નવી દિલ્હી, તા. 04 મે 2022, બુધવાર : મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો ગરમાયો છે.આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, રાજ્ય સરકાર મુંબઈની સેંકડો મસ્જિદો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.મળતી માહિતી પ્રમાણે સરકારે સુપ્રીમ કોર્ટમા આદેશોનું ઉલ્લંઘન કરનારી કેટલીક મસ્જિદોની ઓળખ હજુ બાકી છે.મહત્વની વાત એ છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના એલાન બાદ રાજ્યમાં પોલીસ એલર્ટ મોડ પર છે.મળતી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહવિભાગે કહ્યું છે કે, મુંબઈમાં કુલ 1140 મસ્જિદો છે.તેમાંથી 135એ આજે લાઉડસ્પીકરનો ઉપયોગ સવારે 6:00 વાગ્યા પહેલા કરવામાં આવ્યો છે.જે 135 મસ્જિદો સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં ગઈ છે તેમની સામે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે જૂલાઈ 2005માં જાહેર સ્થળો પર રાત્રે 10:00 વાગ્યાથી લઈને સવારે 6:00 વાગ્યા સુધી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મનસે પ્રમુખ ઠાકરેના આહવાન બાદ મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.તેમણે લાઉડસ્પીકરથી અજાન કરવાના વિરોધમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની વાત કહી હતી.બીજી તરફ પોલીસે મનસેના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.બુધવારે સવારે નવી મુંબઈની સાનપાડા પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના શહેર અધ્યક્ષ યોગેશ શેટેને કસ્ટડીમાં લીધા છે.
ભાષા પ્રમાણે એક અધિકારીએ જણાવ્યું કે, મોટા ભાગની મસ્જિદોમાં સવારની નમાજ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સુરક્ષા દળોની તૈનાતીની સમીક્ષા કરવા પેટ્રોલિંગ પર છે.કેટલાક સ્થળો પર મસ્જિદોની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.પોલીસે વિવિધ મસ્જિદોના મૌલવીઓ અને ટ્રસ્ટીઓ સાથે પણ બેઠકો યોજી હતી અને તેમને અવાજ પ્રદૂષણ સંબંધિત સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.