દિકરીના લગ્નને લઈને ઈમોશનલ સુનીલ શેટ્ટી, આથિયા શેટ્ટી-કેએલ રાહુલના કરાવશે ગ્રાન્ડ વેડિંગ

166

મુંબઈ, તા. 03 મે 2022 મંગળવાર : બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન ચર્ચામાં છે.રિપોર્ટસ અનુસાર કપલ ડિસેમ્બરમાં લગ્ન કરશે.જોકે હજુ લગ્નના સમાચાર કન્ફર્મ થયા નથી.નવી રિપોર્ટસ છે કે સુનીલ શેટ્ટી પોતાની દિકરીના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે

આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટી પોતાની દિકરીના લગ્નને લઈને ઘણા ઈમોશનલ છે.લાંબા સમય બાદ શેટ્ટી ફેમિલીમાં આ પહેલા લગ્ન હશે.તેથી દરેક પિતાની જેમ સુનીલ શેટ્ટી પણ બધુ જ પરફેક્ટ ઈચ્છે છે.એક્ટરે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કપલની વિંટર વેડિંગ થશે.શેટ્ટીએ બેસ્ટ હોટલ, કેટરર્સ અને ડિઝાઈનર્સને આથિયા શેટ્ટીના ખાસ દિવસ માટે બુક કરી લેવાયા છે.આથિયા અને કેએલ રાહુલના લગ્ન ગ્રાન્ડ અફેર હશે.અનુમાન છે કે કપલના લગ્ન જુહૂના ફાઈવ સ્ટાર હોટલમાં થશે.આ લગ્નમાં ઈંડસ્ટ્રીના ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવશે.જ નહીં કેએલ રાહુલના નજીકના ક્રિકેટરોને પણ લગ્નમાં આમંત્રિત કરાશે.લાંબા સમય બાદ ઈંડસ્ટ્રીમાં કોઈ ગ્રાન્ડ વેડિંગ અફેર જોવા મળશે.સુનીલ શેટ્ટી ઈચ્છે છે કે દરેક તેમની દિકરીના લગ્નને એન્જોય કરે.

આથિયા શેટ્ટીના દાદા કે જેઓ તેમના ઘણા નજીક હતા, તેમની પૌત્રીના લગ્ન જોવા ઈચ્છા હતા પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં.સુનીલ શેટ્ટી અત્યારે ઘણા ઈમોશનલ છે અને પોતાના પિતાની આ ઈચ્છાને પૂરી કરવા માટે પોતાનો પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે.આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની જોડીને ઘણી પસંદ કરવામાં આવે છે.બંનેની સાથેની તસવીર અને આઉટિંગ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ રહે છે.જોકે જોવાનુ એ રહેશે કે કપલના લગ્નને લઈને છવાયેલી આ ખબરમાં કેટલુ સત્ય છે.

Share Now