જાણો શા માટે 58,275 ડિફેન્સ પેન્શનરોને પેન્શન આપવામાં થયો વિલંબ, સરકારે જણાવ્યું કારણ

122

નવી દિલ્હી, તા. 05 મે 2022, ગુરૂવાર : સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આ મહિને 58,275 સંરક્ષણ પેન્શનરોને પેન્શન આપવામાં વિલંબ થયો છે.જોકે, વિરોધ બાદ કેન્દ્ર સરકારે આ વિલંબ પાછળના કારણનું સ્પષ્ટીકરણ આપ્યું છે.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પેન્શનમાં વિલંબ એટલા માટે થયો કારણ કે પેન્શનરોની બેંકો 30 એપ્રિલ સુધી તેમની પુષ્ટિ નહોતી કરી શકી.બેંક (અગાઉની પેન્શન વિતરણ એજન્સી) 58,275 પેન્શનરોની ઓળખની પુષ્ટિ ન કરી શકી અને ન તો તેમની ઓળખ મહીનાના અંત સુધીમાં SPARSH પર પ્રાપ્ત થઈ હતી.એટલા માટે આ પેન્શનરોને 30 એપ્રિલ 2022 સુધી તેમને એપ્રિલનું પેન્શન ચૂકવવામાં નહોતું આવ્યું.એપ્રિલ 2022 માટે સરંક્ષણ મંત્રાલયે પેન્શનરોને પેન્શનની ચૂકવણી ન કરવા સબંધે સરંક્ષણ મંત્રાલયે લેખિત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, આ સેવાનિવૃત કર્મચારિઓને આ કારણે કોઈ મુશ્કેલી ન ઉઠાવવી પડે એટલા માટે તેમને એક વખતની વિશેષ છૂટ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, 25 મે સુધીમાં પોતાની ઓળખની પુષ્ટિ કરાવી લેવી.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ 58, 275 લોકોનું એપ્રિલ મહિનાનું પેન્શન બુધવારે સાંજ સુધીમાં તેમના ખાતામાં જમા થઈ જશે.મીડિયામાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલયનું આ નિવેદન આવ્યું છે.મંત્રાલયે જણાવ્યું કે, બેંકોએ દર વર્ષે નવેમ્બર મહીના સુધી સરંક્ષણ વિભાગના સેવાનિવૃત કર્મચારીઓની ઓળખની પુષ્ટિ કરવાની હોય છે.જોકે, ગયા વર્ષે કોવિડ-19ને કારણે વાર્ષિક ઓળખ માટે 30 નવેમ્બર 2021થી 31 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

Share Now