નવી મુંબઇ, તા.4 મે 2022, બુધવાર : મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાને લઈને થયેલા વિવાદમાં મુંબઈ પોલીસે નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની 23 એપ્રિલે ધરપકડ કરી હતી.બંને છેલ્લા 11 દિવસથી જેલમાં હતા અને તેમની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.નવનીત અને રવિના વકીલ રિજવાન મર્ચેટે જણાવ્યુ કે, આજે સાંજ સુધીમાં બંનેને જમાનત મળી જશે.નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મુંબઈ સેશન્સ કોર્ટે રૂ. ૫૦,૦૦૦ ના બોન્ડ સાથે જામીન આપ્યા છે.
રાણી દંપતિ આ કેસથી જોડાયેલી કોઇ વાત મીડિયાની સામે આવીને કહી નહી શકે.
પુરાવાની સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવામાં નહી આવે
જે કેસમાં તેમની ધરપકડ થઇ છે તેવુ કોઇ જ કામ તે ફરીથી નહી કરી શકે.
રાણા દંપતિએ તપાસમાં મદદ કરવી પડશે
જો ઇન્વેંસ્ટીગેશન ઓફિસર (IO) પૂછતાછ માટે બોલાવે છે તો આ કપલને જવુ પડશે, IO તે માટે 24 કલાક પહેલાં જ નોટિસ આપી દેશે.
જમાનત માટે 50-50 હજારનો બોન્ડ ભરવો પડશે.
નવનીત રાણા અને રવિ રાણા પર રાજદ્રોહનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આખા વિવાદ વચ્ચે BMC એ સોમવારે રાણાના ખાર સ્થિત ફ્લેટમાં એક નોટિસ લગાવી છે. જેના પ્રમાણે BMC 4 મે ના રોજ ફ્લેટનું નિરીક્ષણ કરશે.જેમાં ગેરકાનુની નિર્માણ કરાવવાની વાત છે.