બાંગ્લાદેશમાં ચીનની કંપનીના નિર્માણ કાર્યને લઈને ઘર્ષણ, ત્રણ ચીની નાગરિકો સહિત 9 ઈજાગ્રસ્ત

148

ઢાકા, તા. 04 મે 2022 બુધવાર : બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લામાં ચીની કંપની દ્વારા નિર્માણનો વિરોધ કરનારા સ્થાનિક લોકો વચ્ચે થયેલા વિવાદમાં ત્રણ ચીની નાગરિકો સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.ઘટના પિરોજપુર જિલ્લાના મથબરિયામાં એક ડેમના નિર્માણ સ્થળ પર થઈ.સૂત્રો અનુસાર ઘટના ઉપજિલાના બદુરા ગામમાં ત્યારે શરૂ થઈ જ્યારે સ્થાનિક લોકોએ ચીની કંપની દ્વારા નિર્માણનો વિરોધ કર્યો.ઈજાગ્રસ્ત ચીની નાગરિકોમાં મેનેજર મજીમાઓ (31), પર્યવેક્ષક ચાંગ ડ્યુ (28) અને પર્યવેક્ષક લેઈ બો (38) છે.ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સ્થાનિક કાર્યકર્તાઓમાં મુહમ્મદ જિલ્લુર રહેમાન, મુહમ્મદ ઈલિયાસ, નિજામ સિકદર, માણિક, બહાદુર ઉકિલ અને જકારિયા ખાન સામેલ છે.જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જકારિયા ખાનને બારીસાલ શેર-એ-બાંગ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને બહાદુર ઉકીલને ભંડારિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

ભંડારિયા ઉપજિલા સ્વાસ્થ્ય અને પરિવાર નિયોજન અધિકારી કમલ હુસૈન મુફ્તીએ જણાવ્યુ કે 3 ચીની નાગરિકો અને 6 સ્થાનિક લોકોની ભંડારિયા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી.ઈજાગ્રસ્તોમાં બે ચીની નાગરિકોના હાથ અને પગમાં સામાન્ય ઈજા પહોંચી અને એકને માથામાં સામાન્ય ઈજા પહોંચી.પોલીસે કહ્યુ કે ડેમ બનાવવા માટે સ્થાનિક લોકો વેપૂ મશીનથી માટી કાપવા ગયા હતા.તે સમયે સ્થાનિક લોકોની ચાઈના પ્રોજેક્ટના મજૂરો સાથે અથડામણ થઈ હતી.પિરોજપુર જિલ્લાના પોલીસ અધિક્ષક મોહમ્મદ સઈદુર રહેમાને કહ્યુ કે ચીની પરિયોજનાના ત્રણ ચીની નાગરિકો સહિત તમામ ઈજાગ્રસ્ત ભૂમિના સ્વામિત્વ અને તળાવને લઈને સંબંધિત જમીનદારો વચ્ચે ખોટી ધારણાના પરિણામસ્વરૂપ થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ગયા.આ સંબંધિત કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Share Now