કર્મચારીઓને હવે અઠવાડિયામાં 3 દિવસની રજા, આ દિગ્ગજ કંપનીએ કરી જાહેરાત

171

નવી દિલ્હી,તા. 4 મે 2022, બુધવાર : દેશમાં ગમે તે કંપની હોય પરંતૂ કંપનીના કર્મચારીઓ પોતાના વીકઓફ ની રાહ જોતા હોય જેથી તે પરિવાર સાથે પોતાનો સમય સ્પેન્ડ કરી શકે.ખાસ કરીને સન્ડે..પરંતૂ જો કોઇ કંપની તમને એકસાથે એઠવાડિયામાં 3 રજા આપી દે તો એનાથી ખુશીની વાત કોઇ હોય જ ના શકે.આ ખુશી જાપાનની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે આ જાહેરાત કરી છે.જાપાનની પેનાસોનિક કંપનીએ જાહેરાત કરી છે કે, Panasonic એ તેમના કર્મચારીઓને વૈકલ્પિક ચાર-દિવસીય વીકઓફ આપશે. આ કંપનીએ આ પગલુ તાજેતરની માર્ગદર્શિકાને પગલે ભર્યું છે.કંપનીએ જાહેરાત કરી છે કે, તે તેના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ આપશે.એટલે કે કર્મચારીઓએ હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ પર આવવું પડશે.કંપનીના આ પગલાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

કર્મચારીની 3 દિવસની રજા પર સરકારનું કહેવું છે કે,વધારાના વેકેશનના દિવસોમાં કર્મચારીઓને તેમના બાળકો, માતા-પિતા, પરિવારના કોઈપણ વૃદ્ધ સભ્યની સંભાળ રાખવામાં અથવા સ્વયંસેવક કાર્ય કરવામાં મદદ કરવામાં આવશે.

‘જાપાન ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, પેનાસોનિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, અઠવાડિયામાં 3 રજાઓ લેવાનો વિકલ્પ ટ્રાયલ પુરતો લેવામાં આવ્યો છે.પરિણામ જોયા પછી, તેને પૂર્ણ કરવા માટે વિચારણા કરવામાં આવશે.આ પહેલાં પણ જાપાનમાં Hitachi, Mizuho Financial Group, Fast Retailing, Uniqlo જેવી કંપનીઓ પેનાસોનિક પહેલા જ તેમના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ ઓફર કરી રહી છે.આ અંગે રિક્રુટ વર્ક્સ ઈન્સ્ટિટ્યૂટના એક સીનિયર સંશોધક હિરોમી મુરાતાએ જણાવ્યું હતું કે, કંપનીએ ટૂંકા વર્કવીક સ્કીમ દ્વારા કર્મચારીઓને જોડી રાખવા માંગે છે.કારણ કે, નવા કર્મચારીઓને હાયર કરવામાં અને તાલીમ આપવામાં સમય લાગે છે.

Share Now