ભારતમાં રોકાણ કરો, આજે ચૂકશો તો પસ્તાસો : મોદીનું ડેન્માર્કને આમંત્રણ

122

કોપનહેગન, તા.૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કમાં બિઝનેસ ફોરમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતા કહ્યું કે, આજે ચૂકી જશો તો પાછળથી ‘ફોમો’ જેવી સ્થિતિ થઈ જશે.વધુમાં વડાપ્રધાન મોદીએ અહીં ભારતીય સમાજને પણ સંબોધન કરતા કહ્યું કે, ભારતની તાકાત વધે છે ત્યારે દુનિયાની તાકાત પણ વધે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસના ભાગરૂપે બીજા દિવસે મંગળવારે ડેન્માર્ક પહોંચ્યા હતા, જ્યાં ડેન્માર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.વડાપ્રધાને અહીં ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો.આ સિવાય તેમણે ત્યાંના રાણી માર્ગારેટ બીજા સાથે ડિનર કર્યું હતું.વડાપ્રધાન મોદીએ મેટે ફ્રેડરિક્સના નિવાસે તેમની સાથે યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.ડેન્માર્કમાં બિઝનેસ ફોરમને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક છે.આજે ભારતમાં રોકાણથી ચૂકી જશો તો આગળ જઈને ‘ફોમો’ જેવી સ્થિતિ થશે.કોઈ બાબત કરવાનું ચૂકી જવાથી પાછળથી પસ્તાવો થાય તેને ‘ફોમો’ કહેવાય છે.મોદીએ કહ્યું કે વર્તમાન આર્થિક સુધારાઓએ ગ્રીન ટેક્નોલોજી, પોર્ટ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણની અનેક તકો પેદા કરી છે.પીએમ-ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ આગામી પેઢી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે.ભારતીય સમાજને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમાવેશિતા અને સાંસ્કૃતિક વિવિધતા ભારતીય સમાજને દરેક ક્ષણે જીવંત રહેવાની શક્તિ આપે છે તથા આ મૂલ્યો હજારો વર્ષોથી ભારતીયોમાં વિકસ્યા છે.કોઈપણ ભારતીય વ્યક્તિ દુનિયામાં જ્યાં પણ જાય છે, ત્યાં પ્રમાણિક્તાથી પોતાની કર્મભૂમિ અને તે દેશના વિકાસમાં યોગદાન આપે છે.

Share Now