બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બાઇક ચોર ગેંગ સક્રિય થઈ છે ઘરના આંગણામાંથી બાઇકની ચોરી કરી રહયા છે.તાતીથૈયામાંથી તસ્કરો ઘરના આંગણામાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરી કરી ગયા હતા.એક પછી એક બાઇકની ઉઠાંતરી થતાં પોલીસ રાત્રિ પેટ્રોલીંગ વધારે તેવી માંગ ઉઠી છે.પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે સોનીપાર્ક-2 મકાન નંબર-252 માં રહેતા અને મૂળ યુ.પી ના વતની નિલેશભાઈ અશોકભાઇ રાજપૂત કે જેઓ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમણે ગત તા-22 એપ્રિલના રોજ રાત્રિના સમયે તેમનું બુલેટ બાઇક GH-19-BB-4961 ઘરના આંગણામાં પાર્ક કર્યું હતું.રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરો સ્ટેયરિંગ લોક તોડી 50 હજારની કિંમતના બાઇકની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે નિલેષ રાજપૂતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે