કડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલ આધેડની બાઇક ચોરાય

123

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ ગોકુલ નગરમાંથી અજાણ્યા શખ્સો બાઇકની ચોરી કરી ગયા હતા.તાતીથૈયા ખાતે રહેતા આધેડ પુત્ર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની 30 હજારની કિંમતની બાઇક લઈ ભાગી છૂટ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે અનુરાગ સોસાયટીમાં રહેતા રેવાભાઇ રૂપાભાઈ ચોસલા કે જેઓ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓ ગત-20 જાન્યુઆરીના રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ પુત્ર સવજીભાઈ સાથે હોન્ડા સાઇન મો.સા નંબર જીજે-19-એ.એસ-5155 ઉપર બેસી કડોદરા ગોકુલ નગરમાં રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.તે સમયે ગોકુલનગરમાં તેમણે બાઇક પાર્ક કરી હતી.ત્યારબાદ તેઓ જમવા માટે ગયા હતા અને જમીને બહાર આવતા તેમની બાઇક જોવા મળી ન હતી જેથી તેમણે આજુબાજુના વિસ્તારોમાં બાઇકનો શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી.જેથી કોઈ અજાણ્યા તસ્કરો 30 હજારની કિંમતની બાઇકની ચોરી કરી ગયા હતા આખરે રેવાભાઈએ બાઇક ચોરી અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share Now