અબુ ધાબીમાં બાલ્કનીમાં કપડાં સૂકવવા પર પ્રતિબંધ મુકાયો

154

અબુ ધાબી : સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બાલ્કનીમાં કપડાં સૂકવવાને લઈને ચેતવણી આપવામાં આવી છે.અબુ ધાબીના અધિકારીઓએ રહેવાસીઓને એપાર્ટમેન્ટની બાલ્કનીમાં કપડા ધોવા, બારીઓ કે રેલિંગ પર કપડા સૂકવવા પર મનાઈ ફરમાવી છે.અધિકારીઓનું કહેવું છે કે, બાલ્કનીમાં કપડા સૂકવવાના લીધે શહેરનું સૌંદર્ય બગડે છે.એવામાં અબૂ ધાબીના સૌંદર્યને જાળવી રાખવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે.જો કોઈ બાલકનીમાં કપડાં સૂકવશે તો તેના પર 20000 રૂપિયા(1000 દિરહમ)નો દંડ લગાવાશે.આ માટે આખા શહેરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અબુ ધાબી મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે આ અભિયાનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે શહેરનું સૌંદર્ય યથાવત્ રહે અને કપડાં ધોવાની અયોગ્ય રીતને બંધ કરવામાં આવે.કોર્પોરેશનના અધિકારીએ એમ પણ કહ્યું કે, એપાર્ટમેન્ટની બાલકની પર કપડા ધોવા કે બારી-રેલિંગ પર કપડા લટકાવવાથી ઈમારતથી છબી ખરાબ થાય છે.અબૂધાબીના રહેવાસીઓએ શહેરના સૌંદર્યને જાળવી રાખવું જોઈએ.આ આદેશ છતાં કોઈ બાલકની કે બારી પર કપડાં લટકાવશે તો દંડ કરાશે.કોર્પોરેશને લોકોને વિનંતી કરી છે કે એ કપડાને ધોવા માટે અત્યાધુનિક લોન્ડ્રી-ડ્રાઇંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે.

Share Now