12 દિવસના જેલવાસ બાદ આખરે રાણા દંપતીને જામીન

137

મુંબઈ : માતોશ્રી સામે હનુમાન ચાલીસાનંુ પઠન કરવા પ્રકરણે ધરપકડ કરાયેલા અમરાવતીના સ્વાયત્ત સાંસદ નવનીતિ રાણા અને પતિ વિધાનસભ્ય રવિ રાણાને વિશેષ કોર્ટે ૧૨ દિવસના જેલવાસ બાદ આજે રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.કોર્ટે જામીન મંજૂર કરતી વખતે કેટલીક શરતો પણ લાદી છે.કોર્ટ દંપતીને આવો ગુનો ફરી નહીં કરવાની ચેતાવણી આપીને જામીનની શરતનો ભંગ થતાં જામીન રદ કરાશે અમે જણવાયું છે.જામીનની પ્રક્રિયા મોડી સાંજ સુધી પૂરી નહીં થતાં રાણા દંપતીએ જોકે આજની રાત પણ કસ્ટડીમાં રહેવું પડયું હતું.નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તળોજા જેલમાં રાખવામાં આવ્યા છે.

સેશન્સ કોર્ટે રાણા દંપતીને જામીન આપતી વખતે શરત મૂકી છે કે તેમણે તપાસ અને પૂછપરછમાં સહકાર આપવાનો રહેશે અને પોલીસે ે પણ ૨૪ કલાકની એડવાન્સ નોટિસ અપાવાની રહેશે.રાણાએ કેસ સંબંધી કોઈ પણ બાબતે મીડિયા સાથે વાત કરવાની રહેશે અને અને પુરાવા સાથે કોઈજાતના ચેડાં કરવાના રહેશે નહીં.મુખ્ય પ્રધાનના ખાનગી નિવાસસ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની હઠ પકડીને બેઠેલા રાણા દંપતીની ૨૩ એપ્રિલે તેમના ખાર ખાતેના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતી.રાણા દંપતીએ પોતાની યોજના પડતી પણ મૂકી હતી પણ પોલીસે રાજદ્રોહ અને બે જૂથ વચ્ચે દુશ્મનાવય ફેલાવવા સંબંધી અનેક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

રાણા વતી દલીલ કરવામાં આવી હતી કે બંનેનો ઈરાદો ખરટાગ ફેલાવવાનો નહોતો.હિંસા ફેલાય નહીં એ રીતે નાગરિકોને સરકારની ટીકા કરવાનો અધિકાર છે.હનુમાન ચાલિસાના પઠનથી હિંસા ફેલાતી નથી.પોલીસે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતંં ુકે દંપતીએ ધર્મના નામે કાયદો અને વ્યવસ્થાને ખોરવીને હિંસાને પ્રોત્સાહન અપાતું કૃત્ય કર્યું હતું.મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવાનું બહોળું કાવતરું હતુ

અમરાવતીના સાંસદ નવનીત રાણાને જેલમાં જમીન પર સૂવું પડતું હોવાથી તેમને કમરના દુખાવાની ફરિયાદ ઊભી થઈ છે.આ બાબતે તેમણે લોકસભાના સ્પીકરને પણ ફરિયાદ કરી હતી અને જેલ પ્રશાસનને પણ પત્ર લખીને પોતાની તબિયત બગડવા બદલ પોલીસ જવાબદાર રહેશે એમ જણાવ્યું હતું.પોતાને સ્પોન્ડેલાઈસીસની સમસ્યા હોવાથી કમરનો દુખાવો વધી ગયો હતો.વારંવાર ફરિયાદ કર્યા બાદ બુધવારે જેલ પ્રશાસને રાણાને જે. જે. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમને સીટી સ્કેન અને અમેઆઈઆઈ કરવાની તૈયારી કરી હતી.

Share Now