મનસુખની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હતા

156

મુંબઈ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલા વાહનના માલિક મનસુખ હિરેણની હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માનું નામ મુખ્ય કાવતરાખોર તરીેકે દર્શાવ્યું છે.અન્ય એક ઘટસ્ફોટમાં એનઆઈએએ જણાવ્યું છે કે હત્યાનું આખું કાવતરું મુંબઈ પોલીસ કમિશનરેટના કમ્પાઉન્ડમાં રચાયું હતું અહીં જ હિરેણની હત્યા કરવા મીટિંગ થઈ હતી.વધુમાં ભૂતપૂર્વ આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેએ આખા કાવતરા માટે રૂ. ૪૫ લાખ ચૂકવ્યા હતા.એનઆઈએએ બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામામાં બુધવારે જણાવ્યું હતું કે પ્રદીપ શર્મા જ મનસુખ હિરેણની હત્યા પાછળ મુખ્ય કાવતરાખોર છે.કથિત કાવતરું પોલીસ કમિશનરેટના કમ્પાઉન્ડમાં રચાયું હતું જ્યાં પ્રદીપ શર્મા અને અન્યો આરોપીઓએ વિવિધ બેઠકોમાં હાજરી આપી હતી અને સચિન વાઝેએ મનસુખ હિરેણની હત્યા કરવા મારાઓ માટે પ્રદીપ શર્માને રૂ. ૪૫ લાખની રકમ આપી હતી.પ્રદીપ શર્માએ કરેલી જામીન અરજીના જવાબમાં આ સનસનાટીભર્યો ખુલાસો એનઆઈએએ કર્યો હતો.હાઈ કોર્ટે આ બાબતની સુનાવણી ૧૭ જુલાઈ પર રાખી છે.ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માની જૂન ૨૦૨૧માં થયેલી ધરપકડ બાદ અનેઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે બે આરોપી સંતોષ શેલાર અને અનાંદ જાધવે વેપારીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.ચાર જણની ટીમે લાલ રંગની તવેરા કારમાં હિરેણનું ગળું ઘોંટીને હત્યા કરી હતી અને કામ પૂરું થયા બાદમા ંપ્રદીપ શર્મા અને સચિન વાઝેને જાણ કરી હતી.

Share Now