મુંબઈની 135 મસ્જિદોએ સુપ્રીમના આદેશનો ભંગ કર્યો, તેમની સામે પગલાં ભરો

145

મુંબઇ : મનસે નેતા રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે લાઉડ સ્પીકર વિરુદ્ધ પોતાના એલાન બાદ રાજ્યમાં ૯૦ ટકા મસ્જિદો પર લાઉડ સ્પીકર બંધ રહ્યાં છે.જોકે, મુંબઈમાં ૧૩૫ મસ્જિદોએ સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરી વહેલી પરોઢે લાઉડ સ્પીકર ચાલુ કર્યાં હતાં.રાજ્ય સરકાર તથા પોલીસે આ મસ્જિદો સામે પગલાં ભરવાં જોઇએ તેને બદલે મનસે કાર્યકરોની અટકાયત થઇ રહી છે.જોકે, મનસે લાંબા સમય સુધી મસ્જિદો સામે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાનો કાર્યક્રમ ચાલુ જ રાખશે.રાજ ઠાકરેએ મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે મને ઘણી જગ્યાએથી ફોન આવી રહ્યા છે.મહારાષ્ટ્રની બહારથી પણ ફોન આવી રહ્યા છે.પોલીસ અમારા કાર્યકર્તાઓની ધરપકડ કેમ કરી રહી છે ? અમે કાયદાનું પાલન કરી રહ્યા છીએ પોલીસ અમારા કાર્યકરો સાથે ગેરવર્તન કરી રહી છે.પોલીસે રાજ્યભરમાં લગભગ ૧૮ હજારથી વધુ મનસેના નેતા અને પાર્ટી કાર્યકરો પર પોલીસ કલમ ૧૪૯ હેઠળ નોટિસ મોકલાવી છે.

મુંબઇના ૧૧૪૦ મસ્જિદો છે.એમાં પૈકી ૧૩૫ મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર આઝાન સવારે પાંચ વાગ્યા પહેલા થઇ હતા.મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ તેમના પર શું પગલાં લેશે ? એમ કહીને રાજ ઠાકરેએ જણાવ્યું હતું મસ્જિદ ઉપરાંત મંદિરો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર દૂર કરવા જોઇએ. મારો પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્ર અને મુંબઇમાં ઘણી મસ્જિદો ગેરકાયદેસર છે.આમ છતાં આ ગેરકાયદેસર મસ્જિદોને લાઉડ સ્પીકર લગાડવાની પરવાનગી શા માટે આપવામાં આવી રહી છે ? આ ગેરકાયદેસર મસ્જિદો પ્રત્યે પોલીસ કેમ કુણૂ વર્તન અપનાવે છે ?આ સિવાય મસ્જિદોને ૩૬૫ દિવસ સુધી લાઉડ સ્પીકરની પરવાનગી કેવી રીતે પોલીસ આપી શકે છે.અમને એક દિવસથી પરવાનગી મેળવવા તકલીક થાય છે.તો તેઓને કેવી રીતે ? એવો સવાલ કરીને તેમણે કહ્યું કે હું અઝાનની ે વિરુદ્ધ નથી.તહેવારોમાં લાઉડ સ્પીકરનો પરવાનગી લઇ શકે છે.પણ ૩૬૫ દિવસ લાઉડ સ્પીકર વાગે એ ન ચલાવી લેવાય એમ તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું.લાઉડ સ્પીકર વિરૂદ્ધ અમારૂ આંદોલન એક દિવસ પૂરતું નથી.જ્યાં સુધી મસ્જિદમાંથી તમામ લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારુ હનુમાન ચાલીસા પઠનનું આદોલન રીતસર ચાલું રહેશે.એમ રાજ ઠાકરએ પુનરોચ્ચાર કર્યો હતો.

Share Now