
મુંબઈ, તા. 04 મે 2022 બુધવાર : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે 33 વર્ષ પહેલા મુંબઈમાં ક્રિકેટ એકેડમી સ્થાપવા માટે તેમને ફાળવવામાં આવેલ સરકારી પ્લોટ પરત કર્યો હતો.મહારાષ્ટ્રના આવાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ગયા વર્ષે ગાવસ્કર પર ઉપનગરીય બાંદ્રા વિસ્તારમાં તેમને ફાળવવામાં આવેલા પ્લોટનો ઉપયોગ ન કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.આ પ્લોટ પર ક્રિકેટ એકેડમીની સ્થાપના થવાની હતી પરંતુ ત્રણ દાયકા પછી પણ તે થઈ શક્યું નથી.રાજ્ય સરકારે એક અધિકારીએ કહ્યુ કે ગાવસ્કરે મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ ઓથોરિટીને જમીન પાછી દીધી છે.તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે ગાવસ્કરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યુ હતુ કે તેઓ વર્ષો પહેલા બાંદ્રામાં તેમને આપવામાં આવેલી જમીન પર ક્રિકેટ એકેડમી બનાવી શક્યા નહીં.અગાઉ ગાવસ્કરે સચિન તેંડુલકરની સાથે મળીને એકેડેમી સ્થાપિત કરવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સંપર્ક કર્યો હતો પરંતુ આની પર અમલ થઈ શક્યો નહોતો.એમએચએડીએ એ ગાવસ્કરને જમીન પાછી આપવાની વિનંતી કરી હતી.સુનીલ ગાવસ્કરની ગણતરી ભારત જ નહીં પરંતુ દુનિયાના સૌથી મહાન બેટ્સમેનમાં થાય છે.સુનીલ ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી, જેમાં 51 ની એવરેજથી 10122 રન બનાવ્યા.સુનીલ ગાવસ્કરના નામે 34 ટેસ્ટ સદી છે જે લાંબા સમય સુધી એક રેકોર્ડ રહ્યો હતો.સુનીલ ગાવસ્કરે 108 વનડે મેચ પણ રમી.જોકે તેઓ આમાં ટેસ્ટ ક્રિકેટ જેવા સફળ રહ્યા નહીં.વન ડે માં સુનીલ ગાવસ્કરે 35.13 ની એવરેજથી 3092 રન બનાવ્યા છે.સુનીલ ગાવસ્કરના નામે વન ડે ક્રિકેટમાં માત્ર એક જ સદી છે.