બાબા કેદારનાથનાં કપાટ ખુલ્યા, મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું…જુઓ વીડિયો

126

નવી દિલ્હી, તા. 06 મે 2022, શુક્રવાર : હર હર મહાદેવનાં નારાથી સંપૂર્ણ કેદારનગરી તે સમયે ગૂંજી ઉઠી જ્યારે 6 મેની સવારે 6:00 વાગ્યે 25 મિનિટે બાબા કેદાર ધામનાં કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે.આ સમયે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર હતાં અને તેમણે પોતાના સોશિયલ મીડિયા પર કેદાર ધામનાં કપાટ ખુલ્યાની સૂચના જાહેર કરી હતી.ધામ ખુલ્યા બાદથી જ પંરપરા અનુસાર ધામની પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે.આ સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદાર ધામમાં દર્શન માટે પહોંચ્યા છે.દેશ-વિદેશમાંથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં પહોંચ્યા છે. બાબાના કપાટ ખુલતા પહેલા જ ઠંડી હોવા છતાં ગુરૂવારે મોડી રાતથી ભક્તોની ભીડ જોવી મળી હતી.સવારે સરસ્વતી નદી સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી.બાબા કેદારના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને લોકોમાં સેલ્ફી અને ફોટા પડાવવાની સ્પર્ધા પણ જોવા મળી હતી.અનેક લોકો પોતાના પરિવારના સભ્યોને ફોન દ્વારા બાબાના દર્શન કરાવતા જોવા મળ્યા હતા.

આ પહેલા ગુરૂવારે બાબાના ચાલવિગ્રહ ઉત્સવ ડોલી બાબા કેદારનાથ ધામ પહોંચી હતી.હજારો ભક્તો અને બમબમ ભોલેનાથના જય-જયકાર સાથે ડોલી ધામમાં પહોંચી હતી. શુક્રવારે સવારે બાબાએ કપાટ ખોલ્યા બાદ આ ડોલીને મંદિરની અંદર મૂકવાની પરંપરા શરૂ થઈ છે.આખી રાત ડોળી આરામ માટે મંદિરના ભંડારમાં રહી હતી અને હજારો ભક્તોમાં ડોળી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામમાં ભક્તો પહેલી વખત આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિમાં શંકરાચાર્યની મૂર્તિના પણ દર્શન કરશે.વર્ષ 2013ની દુર્ઘટનામાં આ સ્થળ નાશ પામ્યું હતું અને જેને ફરીથી બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે આ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા.

Share Now