દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૃ થશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારતમાં તાપમાનનો પારો ફરીથી ઊંચો જશે.દરમિયાન ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો.વીજળી ત્રાટકવાથી બેનાં મોત થયા હતા.ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો.આંધી સાથે વરસાદ થયો હતો અને વીજળી પણ પડી હતી.વીજળી પડવાના બે બનાવોમાં બે લોકોનાં મોત થયા હતા. આંધીના કારણે પાવરકટ થયો હતો.કેટલાય વીજથાંભલા પડી ગયા હતા.હવામાન વિભાગે કહ્યું હતું કે ગરમીથી વધારે દિવસો રાહત મળવાની નથી.ફરીથી હિટવેવ શરૃ થશે.ખાસ તો ઉત્તર ભારતના રાજ્યો, પશ્વિમ અને મધ્ય ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જશે.હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લૂથી બચવાની ચેતવણી આપી છે.રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના કેટલાય શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો સરેરાશ બેથી ત્રણ ડિગ્રી સુધી વધી જશે.પૂર્વોત્તર રાજ્યોમાં હિટવેવની શક્યતા ઓછી છે.એ રાજ્યોમાં તાપમાન સામાન્ય રહેશે.તે ઉપરાંત હિમાચલ પ્રદેશમાં વરસાદી ઝાપટાં પડશે.ચંબા અને કાંગડાં જિલ્લામાં આંધી અને વરસાદ થવાનો અંદાજ છે.એ જ રીતે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ વાતાવરણ વરસાદી રહેશે, એટલે ગરમીથી રાહત રહેશે.દેશમાં આગામી થોડા દિવસમાં અલગ અલગ રાજ્યોમાં વાતાવરણમાં ભારે વૈવિધ્ય જોવા મળશે.