કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં નવા ૩૨૭૫ કેસ નોંધાયા હતા.વધુ ૫૫નાં મોત થયા હતા.કોરોનાના કુલ કેસ ૪,૩૦,૯૧,૩૯૩ થયા હતા.વધુ ૫૫નાં મોત થયા હતા.એ સાથે કુલ મૃત્યુઆંક ૫,૨૩,૯૭૫ થયો હતો.સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧.૪૭ લાખનાં મોત થયા છે.૬૯ હજાર મોત કેરળમાં અને તમિલનાડુમાં ૨૬ હજારનાં મોત થઈ ચૂક્યા છે.દેશભરમાં ૧૯૭૧૯ એક્ટિવ કેસ હતા.કુલ ૫૫માંથી ૫૨ મોત કેરળમાં નોંધાયા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૪ ટકા છે.દરરોજનો પોઝિટિવ રેટ ૦.૭૭ ટકા છે.કુલ કેસમાંથી મૃત્યુદર ૧.૨૨ ટકા હોવાનું કહેવાયું હતું.દેશમાં કોરોનાની વેક્સિનના ૧૮૯ કરોડ ડોઝ અપાયા હતા.