દેશ શસ્ત્રો માટે લાંબા સમય સુધી વિદેશ પર આધાર રાખી શકે નહી. રાજનાથસિંહે ડિફેન્સ બાબતે કરી ખૂબ મોટી વાત

126

નવી દિલ્હી,5 મે,2022,ગુરુવાર : ભારત દુનિયામાં સૌથી મજબૂત અને પરાક્રમી આર્મી ધરાવે છે પરંતુ શસ્ત્રો બાબતે ખૂબ મોટો આધાર રશિયા અને અમેરિકા પર રાખવો પડે છે.યુક્રેન યુધ્ધ પછી વિશ્વના દેશો પોતાના રક્ષણ માટે ગંભીરતાથી વિચારવા લાગ્યા છે ત્યારે એર ચીફ માર્શલ પીસી લાલ મેમોરિયલની 37 મી લેકચર શ્રેણીમાં સંબોધતા ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કહયું છે કે ભારત સુરક્ષા જેવી ગંભીર બાબતમાં લાંબા સમય સુધી શસ્ત્ર આયાત પર નિર્ભર રહી શકે નહી.રાજનાથસિંહે યુક્રેન યુધ્ધનો સંદર્ભ આપીને ઉમેર્યુ કે વર્તમાન ઘર્ષણ પરથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે ડિફેન્સ સપ્લાયમાં જ નહી રાષ્ટ્રહિત માટે કરવામાં આવતા વ્યાપારિક સોદાઓથી પણ તણાવ પેદા થાય છે.ભારત પોતાની સંરક્ષણ જરુરીયાતો માટે રશિયા પર નિર્ભર છે.આથી જ તો યુક્રેન યુધ્ધમાં ભારત પશ્ચિમી દેશો સાથે તણાવભરેલી સ્થિતિમાં આવી ગયું હતું.પશ્ચિમી દેશો ઇચ્છે છે ભારત યુધ્ધનો વિરોધ કરીને રશિયાની ટીકા કરે.આથી દેશની સુરક્ષા માટે પ્રોધોગિક વિકાસ અને માનવ સંસાધન વ્યવસ્થાપન કરવાનો સમય પાકી ગયો છે.સંરક્ષણ મંત્રીએ એવી પણ ટકોર કરી કે વિરોધીઓ અંતરિક્ષમાં સૈન્ય ઉપયોગની દિશામાં પગલા ભરી રહયા છે.આથી વધતી જતા સુરક્ષા પડકારોને પારખીને સંપૂર્ણ સજજ રહેવાનું છે.

Share Now