નવી દિલ્હી, 5મે 2022,ગુરુવાર : ઓફિસમાં કામ થાકી જતા કર્મચારીઓ એક બે ઝપકી પણ લઇ લેતા હોય છે.આ તેમનુ સપનુ હોય છે, કે કાશ ઓફિસમાં ઊંઘવા મળી જાય.મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને આવી સુવિધા પણ આપતી હોય છે.એક કંપનીએ પોતાના કર્મચારીઓનું આ સપનુ પુર્ણ કર્યું છે.બેંગલોરની કંપની વેકફિટે પોતાના કર્મચારીઓ માટે વિચાર્યું છે.આ કંપનીના સહ-સ્થાપક ચૈતન્ય રામલિંગેગૌડા (Chaitanya Ramalingegowda) છે, જેમણે પોતાના કર્મચારીઓને એક મેલ દ્વારા આ જાહેરાત કરી હતી.મેલ પ્રમાણે કંપનીના તમામ કર્મચારીઓને હવે કામ દરમિયાન 30 મિનિટ સુધી સુવા માટે મંજૂરી આપવામાં આવશે
વેકફિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર આ મેઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.તેમાં રામલિંગગૌડાએ લખ્યું, કે”અમે બપોરે કામ દરમિયાન સુવુ તે ઘટનાને હવે સામાન્ય બનાવવાનો નિર્ણય કર્યો છે.અમે અમારા તમામ કર્મચારીઓ માટે બપોરે 2 થી 2:30 વાગ્યા સુવાનો સમય જાહેર કરીએ છીએ.”આ સિવાય તેમણે મેઇલમાં લખ્યુ છે કે, “ નાસાની એક સ્ટડી પ્રમાણે જાણવા મળે છે કે, 26 મિનિટની ઊંઘ લેવાથી પરફોર્મન્સમાં 33% વધારો થઈ શકે છે.જ્યારે હાર્વર્ડ અભ્યાસ દર્શાવે છે કે, કેવી રીતે ઊંઘ તમને કામના તણાવથી બચાવે છે.બપોરે સુવાથી વ્યક્તિની કામગીરી અને ઉત્પાદકતા અને ક્રિએટિવીટીમાં સુધારો થાય છે.કંપનીએ આ પગલાને સુવાનો (Right to Nap) અધિકાર ગણાવ્યો છે.મહત્વનું છે કે, 2019માં વેકફિટે (Wakefit) રૂ. 1 લાખના પેકેજ પર કેટલાક ઈન્ટર્નને હાયર કર્યા હતા, જેમનું કામ 100 દિવસ સુધી ઓફિસમાં 9 કલાક ઊંઘવાનું હતું.