શીના બોરા હત્યા કેસમાં બોયફ્રેન્ડ રાહુલ મુખરજીને કોર્ટનું સમન્સ

121

મુંબઈ: શીના બોરા હત્યા કેસમાં વિશેષ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે મુખ્ય સાક્ષીદાર રાહુલ મુખરજીને સમન્સ મોકલ્યા છે.આ પ્રકરણમાં શીનાની માતા ઈન્દ્રાણી મુખરજી અને રાહુલના પિતા પીટર મુખરજીની ધરપકડ થઈ હતી.પીટર હાલ જામીન પર મુક્ત છે.રાહુલ શીનાનો બોયફ્રેન્ડ હતો અને તેના માતા પિતા તેમના આ સંબંધના વિરુદ્ધ હતા, અમે સીબીઆઈએ જણાવ્યું હતું.

શીના ૨૦૧૨માં ગુમ થયા બાદ રાહુલે દરેક ઓથોરિટી અને વ્યક્તિનો સંપર્ક કરીને તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ઈન્દ્રાણીના ડ્રાઈવર શ્યામવરરાયની ખાર પોલીસે ધરપકડ કર્યા બાદ શીનાની હત્યાનો કેસ બહાર આવ્યો હતો.સીબીઆઈના દાવા અનુસાર શીના તેની માતાને બ્લેકમેઈલ કરતી હતી.આથી ઈન્દ્રાણી અને તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાએ મળીને સીનાની હત્યા કરી હતી અને રાયગઢ જિલ્લાના પેણના જગલમાં તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો.રાહુલ પીટરના પ્રથમ લગ્નમાંથી અવતરેલું સંતાન છે અને તેની માતા સાથે દહેરાદૂન રહે છે અને તેણે કોર્ટમાં હાજર રહેવા વધુ સમય માગ્યો હતો.જોકે વિશેષ જજ એસ. પી. નાઈક-નિમ્બાળકરે જણાવ્યું હતું કે તેઓ વધુ સમય આપી શકે તેમ નથી આથી ૧૩ મેના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

દરમ્યાન ઈન્દ્રાણીએ અરજી કરીને મુંબઈ પોલીસની એક અધિકારીએ શીનાને કાશ્મીરમાં ૨૦૨૧માં દાલ લેક પાસે જોઈ હોવાનો દાવો કર્યો હોવાથી સીબીઆઈ તેનું નિવેદન રેકોર્ડ કરે એવી દાદ માગી હતી.આ અરજીને હાલ સ્થગિત રાખવામાં આવી છે.એક વર્ષથી વધુ સમયથી મોકૂફ રહેલી સુનાવણી ફરી શરૃ કરવાની ઈન્દ્રાણીના વકિલે કોર્ટને વિનંતી કરી હતી.

Share Now