વોર્નરના ૯૨* રન : દિલ્હીએ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફની આશા જીવંત રાખી

157

મુંબઈ, તા.૫ : વોર્નરે તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઈઝી સામે મક્કમ બેટીંગ કરતાં ૫૮ બોલમાં ૧૨ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૯૨ અને પોવેલના ૩૫ બોલમાં ૬૭*ની મદદથી દિલ્હીએ હૈદરાબાદ સામે ત્રણ વિકેટે ૨૦૭ રન કર્યા હતા.સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરો વોર્નર-પોવેલની આક્રમક બેટીંગ પર અંકુશ મેળવી શક્યા નહતા.જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૬ રન સુધી જ પહોંચી શકી હતી અને ૨૧ રનથી હારી ગઈ હતી.પૂરણે લડત આપતાં ૪ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા.જ્યારે દિલ્હી તરફથી ખલીલે ૩૦ રનમાં ત્રણ અને ઠાકુરે ૪૪ રનમાં બે વિકેટ ઝડપી હતી.અગાઉ વોર્નરનો સાથ આપતાં પોવેલે ૬ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી ૩૫ બોલમાં અણનમ ૬૭ રન નોંધાવ્યા હતા.વોર્નર અને પોવેલની જોડીએ ૬૬ બોલમાં અણનમ ૧૨૨ રનની ભાગીદારી કરતાં ટીમના સ્કોરને ૨૦૦ને પાર પહોંચાડયો હતો.હૈદરાબાદના ફાસ્ટર ઉમરાન મલિકે ૪ ઓવરમાં ૫૨ રન અને અબ્બોટ્ટે ૪ ઓવરમાં ૪૭ રન આપ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ દિલ્હી કેપિટલ્સને બેટિંગમાં ઉતાર્યું હતુ.પહેલી જ ઓવરમાં ભુવનેશ્વરે મનદીપ સિંઘને ૦ પર આઉટ કર્યો હતો.વોર્નરે એક છેડો સાચવી રાખ્યો હતો.જોકે મિચેલ માર્શ ૧૦ રને અબ્બોટ્ટની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો.પંતે સતત ત્રણ સિક્સર ફટકારીને રોમાંચ જગાવ્યો હતો.જોકે તે ૧૬ બોલમાં ૨૬ રને આઉટ થયો હતો.દિલ્હીએ ૯ ઓવરમાં ૮૫ રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.જે પછી વોર્નર અને પોવેલે તોફાની બેટિંગ કરી હતી.

Share Now