વડોદરા ,તા. 6 મે 2022,શુક્રવાર : વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી ટેલિકોસ હોટલમાં પરપ્રાંતીય યુવકને આધાર પુરાવા વગર સ્થાનિક પોલીસને જાણ વગર નોકરી પર રાખી જાહેરનામાના ઉલ્લંઘન બદલ પોલીસે હોટેલના સંચાલકની અટકાયત કરી હતી.કારેલીબાગ પોલીસ મથકના જવાનોએ અમિત નગર પાસેની ટેલિકોસ હોટલમાં ચેકિંગ કરતા જાણવા મળ્યું હતું કે, ક્રિષ્નાકુમાર ફીરણ મલેક (હાલ – રહે ટેલિકોસ હોટલ -/ મૂળ – રહે નેપાળ)ને હોટેલ સંચાલકે નોકરી ઉપર રાખ્યો હતો. પરંતુ આ પરપ્રાંતીય યુવક અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકને કરવામાં આવી ન હતી.પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર હોટલ સંચાલક ગૌતમ સુનિલકુમાર દાસ ( રહે – અભિલાષા ચારરસ્તા, સમા ) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરની હોટલ તથા બૅકરીઓમાં આ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવે તો અનેક પરપ્રાંતીઓ ગેરકાયદેસર વસતા મળી આવવાની શક્યતા છે.