સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની ઉજવણી

177

વડોદરા, સયાજી હોસ્પિટલના રૃક્ષ્મણિ ચેન્નાની પ્રસૂતિ ગૃહ અને ગોત્રી હોસ્પિટલ ખાતે આજે ઇન્ટર નેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.મીડ વાઈવ્સ દ્વારા સગર્ભાઓ, પ્રસૂતાઓ અને તેમના શિશુઓ ના આરોગ્ય ની રક્ષા તેમજ સ્વસ્થ ઉછેર માટે આપવામાં આવતી સમપત સેવાઓ ને બિરદાવવામાં આવી હતી.સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં મારા સહિત ૧૨ નસગ પ્રેક્ટિશનર મીડ વાઈવ્સ સેવાઓ આપી રહી છે તેવી જાણકારી આપતાં ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ વિજેતા ભાનુબેન ઘીવાલાએ જણાવ્યું હતું કે, અગાઉ જન્મ પછી તુરત જ નાળ કાપીને બચ્ચાને વોર્મરમાં મૂકવામાં આવતું હતું.નેચરલ બથગમાં જન્મ પછી બચ્ચા ને નાળ સાથે માતાના ઉદર ( પેટ) પર સુવડાવી રાખવામાં આવે છે.પરિણામે બચ્ચું ગર્ભ બહારના વાતાવરણ સાથે સરળતા થી અનુકૂળ થાય છે અને તે પછી ગર્ભ નાળ કાપવામાં આવે છે.આ નવી પરંપરાઓ માતા અને બાળકની તંદુરસ્તી અને આરોગ્ય સાચવવામાં બહેતર જણાઈ છે.ગોત્રી જનરલ હોસ્પિટલ માં પણ આંતરરાષ્ટ્રીય મિડવાઈફરી દિવસની ઉજવણી કરવામાં આવી.ડો.રાઠોડે જણાવ્યું હતું કે, મુખ્ય ઉદેશ્ય સંપૂર્ણ ગોપનીયતા, આદર અને ગરિમા સાથે માતાની ઇચ્છા પ્રમાણે વિવિધ પોઝિશન માં કુદરતી રીતે પ્રસૂતિ કરાવવાનો છે.

Share Now