– પોર્ટુગલ સાથેના કરાર ભંગનો દાવો
મુંબઈ : પોર્ટુગલ અને ભારત વચ્ચે થયેલી સંધિ અનુસાર પોતાને ૨૫ વર્ષથી વધુ જેલની સજા કરી શકાય નહીં એવી ગેન્ગસ્ટર અબુ સાલેમે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો બાકી રાખ્યો છે.સાલેમને મૃત્યુદંડ નહીં આપવામાં આવે અને ૨૫ વર્ષથી વધુની જેલની સજા નહીં આપવામા આવે એવી ખાતરી ભારત સરકારે પોર્ટુગલ સરકારને આપી હતી પરંતુ તેને મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા સંભળાવાઈ હોવાની દલીલ સાલેમ વતી કોર્ટમાં કરવામાં આવી હતી.
કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે કોર્ટ સરકારે આપેલી બાહેંધરીથી નથી. સરકાર પોતાના એક્ઝિક્યુટિવ પાવર વાપરી શકે છે. બંને તરફથી વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સાલેમની અરજી પર ચુકાદો બાકી રાખ્યો છે.અગાઉ ૨૧ એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ સચિવે સોગંદનામામાં કરેલા નિવેદનોનો સખત વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે ન્યાયતંત્રને ગૃહ સચિવના ભાષણની જરૃર નથી.કેન્દ્ર સરકારે આપેલી ૨૫ વર્ષના જેલવાસની ખાતરીનું પાલન યોગ્ય સમયે કરવામાં આવશે. ૧૭ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ ખાતરી અપાઈ હતી અને ૨૫ વર્ષ પૂરા થયા બાદ આ સવાલ ઉપસ્થિત થઈ શકે છે, જે ૧૦ નવેમ્બર ૨૦૩૦માં પૂરા થશે.