બ્રિટનમાં ફેસબુક-ગૂગલ જેવી કંપનીઓ માટે સ્પર્ધાના નવા નિયમો લાગુ પડશે

210

બ્રિટિશ સરકારના ડિજિટલ વિભાગે જાહેરાત કરી હતી એ પ્રમાણે નવું બનેલું ડિજિટલ માર્કેટ્સ યુનિટ હવે સોશિયલ મીડિયા કંપનીઓ અને ટેકનોલોજીની કંપનીઓ ઉપર ખાસ નજર રાખશે અને પ્રાઈવસી તેમ જ તંદુરસ્ત સ્પર્ધાના નવા નિયમો લાગુ પાડીને ગ્રાહકોને વધારે મોકળાશ મળે તેવું વાતાવરણ બનાવશે.જો કંપનીઓ નવા નિયમોનું પાલન નહી ંકરે તો મોટો દંડ ફટકારવાની સત્તા પણ આ યુનિટને આપવામાં આવી છે.બ્રિટિશ સરકારના નવા કાયદા પ્રમાણે ડેટાનો કેટલો અને ક્યો હિસ્સો કંપનીઓ સાથે શેર કરવો તે ગ્રાહકોના હાથની વાત હશે. કોઈપણ ટેકનોલોજી કંપની એમાં ગ્રાહકને ફરજ પાડી શકશે નહીં.ડટાની પ્રાઈવસી ઉપરાંત સ્પર્ધાના નિયમો પણ એમાં લાગુ પડયા છે.તંદુરસ્ત સ્પર્ધા જળવાઈ રહે તે માટે આ નવા નિયમોમાં ખાસ જોગવાઈ થઈ છે.ઓનલાઈન જાહેરાતમાં આ કંપનીઓની મોનોપોલી સર્જાઈ ગઈ છે.તેને દૂર કરીને તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બને તેવા પ્રયાસો હાથ ધરાશે.
સરકારના નિવેદનમાં કહેવાયું હતું એ પ્રમાણે ગ્રાહકને સર્ચ એન્જિનની ચોઈસ મળશે. પોતાના ડેટાની પ્રાઈવસી બાબતે વધારે નિયંત્રણ મળશે.મોટી કંપનીઓ અલ્ગોરિધમમાં છેડછાડ કરશે તો મોટો દંડ કરાશે.નાની કંપનીઓને પણ સમાન તક મળશે.વેબટ્રાફિક અને વેબરેવેન્યૂમાં મોનોપોલી સર્જી રહેલી ગૂગલ-ફેસબુક જેવી કંપનીઓ જો નવા નિયમો નહીં પાળે તો આ નવા યુનિટને દંડ કરવાની સત્તા પણ આપવામાં આવી છે.સરકારે આ નવા બનેલા યુનિટને ઓનલાઈન પ્લેટફોર્મ અને સમાચાર એજન્સીઓ વચ્ચે થતાં વિવાદો ઉકેલવાની પણ સત્તા આપી છે.જો આ વોચડોગ આદેશ આપશે તો ટેકનોલોજી કંપીનઓએ સમાચાર એજન્સીઓને તેમની સામગ્રીનું યોગ્ય વળતર આપવું પડશે. નવા નિયમોથી સોશિયલ મીડિયા કંપનીઓ પર સરકારનું નિયંત્રણ વધશે.

Share Now