ઈમરાન ખાન પર ગે હોવાનો આરોપ લાગ્યો, પુરુષ સાથેના વાંધાજનક વિડિયો ફરતા થતા પૂર્વ પીએમ ટેન્શનમાં

120

નવી દિલ્હી,તા.6 મે 2022,શુક્રવાર : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાન હવે સમલૈંગિક સબંધોના કારણે વિવાદમાં સપડાયા છે.ઈમરાન ખાનના ઘણા વિડિયો સોશિયલ મીડિયામાં તાજેતરમાં વાયરલ થયા છે.પાક મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પૈકીના એક વિડિયોમાં ઈમરાન ખાન એક પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.એ પછી ઈમરાન ખાને દાવો કર્યો છે કે, મારા ચારિત્ર્ય પર છાંટા ઉડાવવા માટે આ પ્રકારના વિડિયો બનાવવામાં આવ્યા છે.ઈમરાનની પૂર્વ પત્ની રેહમ ખાન પણ ઈમરાન ખાન ગે હોવાનો દાવો અગાઉ કરી ચુકી છે.તેણે પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે, તહેરિકે ઈન્સાફના ઘણા સભ્યો સાથે ઈમરાન ખાનના ગે રિલેશનશિપ છે.જેમાં પાક એકટર હમજા અલીનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાની પત્રકાર અસદ અલી તુરનુ કહેવુ છે કે, લીક થયેલા વિડિયોમાંથી એક વિડિયોમાં પૂર્વ વડાપ્રધાન એક પુરુષ સાથે નજરે પડી રહ્યા છે.આ વિડિયોની તપાસ પાક સુરક્ષા એજન્સીઓએ વિદેશી એજન્સીઓ પાસે કરાવી છે અને આ વિડિયો સાચા હોવાનુ બહાર આવ્યુ છે.પત્રકારનુ કહેવુ છે કે, ઈમરાનને પણ પોતાના વિડિયો લીક થયા હોવાનો અહેસાસ થઈ ચુકયો છે અને તેઓ પોતાનો બચાવ કરી રહ્યા છે.ઈમરાનખાને કહ્યુ હતુ કે, નવાઝ શરીફની પાર્ટી અને જરદારીની પાર્ટીએ બોગસ વિડિયો બનાવતી કંપનીઓને ભાડે રાખી છે. જેથી મારી છબીને ખરાબ કરી શકાય. ઈમરાન પોતાના બચાવમાં આ વિડિયો ફેક હોવાનો દાવો કરી રહ્યા છે.

Share Now