મુંબઇ : મુંબઇ બેસ્ટ ઉપક્રમના વડાલા ડેપોના કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ૪૦૦ ડ્રાઇવર અને કન્ડક્ટર આજે અચાનક હડતાળ પર ગયા હતા.કોન્ટ્રાકી કંપનીને પગાર સમયસર ન આપ્યો હોવાથી બેસ્ટના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે.આ કર્મચારીઓની હડતાળને પગલે સામાન્ય પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.બેસ્ટ ઉપક્રમે વડાલા ડેપોમાં લીઝ પર લીધેલી બસના ૪૦૦ ડ્રાઇવરને સમયસર પગાર મળ્યો નથી.આથી તેઓ હડતાળ પર ઉતર્યા હતા.બે અઠવાડિયા પૂર્વે પણ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રક્ટ પર કામ કરતાં કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર ન મળતાં તેઓ હડતાળ પર ઉતર્યા હતા.