મેડ્રિડ ઓપન : ૧૯ વર્ષના અલકારાઝે નડાલને હરાવીને મેજર અપસેટ સર્જ્યો

167

મેડ્રિડ, તા.૬ : સ્પેનના ૧૯ વર્ષના ખેલાડી અલકારાઝે ૬-૨, ૧-૬, ૬-૩થી ૩૫ વર્ષના સ્પેનના જ ક્લે કોર્ટ કિંગ નડાલને મેડ્રિડ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.અલકારાઝ નડાલને ક્લે કોર્ટ પર હરાવનારો સૌપ્રથમ ટીનએજર બની ગયો છે.હવે તે સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર વન યોકોવિચ સામે ટકરાશે.જેણે પોલેન્ડના હુર્કાઝ સામે ૬-૩, ૬-૪થી જીત હાંસલ કરી હતી.નોંધપાત્ર છે કે, અલકારાઝ કારકિર્દીમાં પહેલી વખત યોકોવિચ સામે રમશે.નડાલ અને અલકારાઝ વચ્ચેનો હાઈવોલ્ટેજ મુકાબલો બે કલાક અને ૨૯ મિનિટ સુધી ચાલ્યો હતો.બીજા સેટ દરમિયાન અલકારાઝનો પગ મચકોડાઈ ગયો હતો અને તેને કોર્ટ પર જ સારવાર લેવી પડી હતી.જોકે તેણે જબરજસ્ત પુનરાગમન કરતાં ત્રીજા સેટની સાથે મેચ પણ જીતી લીધી હતી.આ સાથે તે સૌથી યુવા વયે મેડ્રિડ ઓપનની સેમિ ફાઈનલમાં પ્રવેશનારો ખેલાડી બન્યો હતો.તે ક્લે કોર્ટ પર નડાલ સામેવિજય મેળવનારો સૌપ્રથમ ટીનએજર પણ બન્યો હતો.નોંધપાત્ર છે કે, અલકારાઝે પાંચમી મે ના રોજ ૧૯મો જન્મદિવસ ઉજવ્યો હતો.

Share Now