અડતાળાની વાડીના મકાનમાં ચાલતા જુગારધામમાંથી 10 જુગારી ઝડપાયા

148

ભાવનગર : ગઢડા તાલુકાના અડતાળા ગામે લાખણકા રોડ ઉપર વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી પોલીસે ૧૦ જુગારીને રંગેહાથ ઝડપી લઈ તેના કબજામાંથી રોકડ, ૧૧ મોબાઈલ, બે બાઈક, ૧ કાર સહીત રૂપિયા ૬.૨૯ લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો.પોલીસ રેડ દરમિયાન વાડી માલિક હાજર મળ્યો ન હતો. જ્યારે તપાસ દરમિયાન વાડી માલીક પોતાના અંગત સ્વાર્થ ખાતર બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગઢડા પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રિના અરસા દરમિયાન પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે, ગઢડા તાલુકાના અડતાળા ગામથી લાખણકા જવાના રોડ પર સીમમાં આવેલ ભદ્રેશ ઉર્ફે લાલ વનરાજભાઇ તુવર અને ઘનશ્યામ લાલજીભાઇ ડેરવાણીયા બંને ભદ્રેશની વાડીમાં આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવી રહ્યા છે જે હકિકત આધારે મોડી રાત્રિના ૧ કલાકના અરસા દરમિયાન રેડ કરી તપાસ હાથ ધરતા ઓરડીમાં હારજીતનો જુગાર રમતા ઘનશ્યામ ઉર્ફે ઘનો લાલજીભાઇ ડેરવાણીયા (ઉ.વ.૪૨, રે.અડતાળા, તા.ગઢડા), રણછોડ લાલજીભાઇ ડેરવાણીયા (ઉ.વ.૫૦, રે.અડતાળા), પ્રદિપ બુધાભાઇ મકવાણા (ઉ.વ.૨૪, રે.દડવા, તા.ઉમરાળા), બળદેવસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.૪૫, રે.વડોદ, તા.ઉમરાળા), જસા નારાયણભાઇ કટેસીયા (ઉ.વ.૨૫, રે.વાંકીયા, તા.બાબરા), વિરમદેવસિંહ બચુભા ગોહિલ (ઉ.વ.૩૪, રે.વડોદ, તા.ઉમરાળા), ભરત શિવાભાઇ કિહાલા (ઉ.વ.૩૫, રે.વનાળી, તા.ગઢડા), મહેશ કાનાભાઇ વણોદીયા (ઉ.વ.૧૮, રે.વડોદ, તા.ઉમરાળા), અજયસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ (ઉ.વ.૧૯, રે.દડવા, તા.ઉમરાળા), મુકેશ ભુપતભાઇ તુવર (ઉ.વ.૪૫, રે.અડતાળા, તા.ગઢડા) મળી આવતા પોલીસે તમામને રંગેહાથ ઝડપી લઇ શખ્સોના કબ્જામાંથી રોકડ રૂા.૪,૪૧,૮૬૦, ૧૧ મોબાઇલ, બે બાઇક, એક ઇકો કાર મળી કુલ રૂા.૬,૨૯,૮૬૦નો મુદ્દામાલ બરામત કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન વાડી માલિક ભદ્રેશ ઉર્ફે લાલ વનરાજભાઇ તુવર હાજર મળી આવ્યો ન હતો. ઉક્ત બનાવ અનુસંધાને ગઢડા પોલીસે તમામ શખ્સો સામે જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Share Now