બ્રિટિશ રોકાણકારના એકાઉન્ટમાં અચાનક ૨૫ કરોડ જમા થઈ ગયા

183

બ્રિટનના માઈકલ કાર્પેટર નામના રોકાણકારના સ્ટોક એકાઉન્ટમાં અચાનક એક કરોડમાંથી ૨૫ કરોડ રૃપિયા થઈ ગયા હતા.કંપનીએ આ રોકાણકારને ભૂલથી રાતોરાત ૨૨૦૦ ટકા રિટર્ન આપી દીધું હતું.બ્રિટિશ રોકાણકારે એક ખાનગી ફાઈનાન્શિયલ સર્વિસ કંપનીહરગ્રીવ્સ લેન્સડાઉનમાં ૯૮ હજાર પાઉન્ડનું રોકાણ કર્યું હતું.તેનું ભારતની કરન્સીમાં એક કરોડ રૃપિયાનું મૂલ્ય થવા જતું હતું. તેને એક જ રાતમાં તોતિંગ વળતર મળ્યું અને એકાઉન્ટમાં ૨.૬૩ લાખ પાઉન્ડ જેવી રકમ દેખાતી હતી.વાત એવી છે કે માઈકલ કાર્પેટરે એક કંપનીમાં ૯૮ હજાર પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે એક કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું.થોડા દિવસ પછી અચાનક તેના એકાઉન્ટમાં ૨૫ કરોડ રૃપિયા જમા થઈ ગયા હતા.તેને ભારે આશ્વર્ય થયું હતું.તેને પહેલાં તો વિશ્વાસ આવ્યો ન હતો.કંપનીના શેરમાં રાતોરાત ૨૨૦૦ ટકાનો વધારો થયો હતો.આટલું મોટું વળતર કેવી રીતે મળ્યું તે બાબતે તેણે તપાસ કરી હતી.કંપનીને ફોન કરીને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે એ કોઈ ટેકનિકલ એરરથી થયું હતું.એક કરોડના રોકાણકારના એકાઉન્ટમાં ભૂલથી ૨૫ કરોડ રૃપિયા જમા થઈ ગયા હતા.કંપનીએ એ રકમ પાછી લઈ લીધી હતી.આ એરર સામે આવ્યા પછી કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કસ્ટમરનું આ કંપની સાથે જોડાયેલું અકાઉન્ટ કંઈક અલગ રકમ બતાવતું હતું.એમાં ટેકનિકલ ગરબડ થઈ હતી.તેને સરખી કરી દેવામાં આવી હતી.

Share Now