ક્યૂબાના પાટનગર હવાનામાં આવેલી હોટેલ સારાતોગામાં ગેસ લિક થતાં ભયાનક વિસ્ફોટ થયો હતો.એમાં ૨૨ લોકોનાં મોત થયા હતા અને ૭૪ને ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્તોમાં ૧૪ બાળકોનો પણ સમાવેશ થતો હતો.૯૬ રૃમની સગવડ ધરાવતી ફાઈવ સ્ટાર હોટેલમાં સમારકામ ચાલતું હતું એ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.ગુમ થયેલા લોકોની ભાળ મેળવવાની કવાયત હાથ ધરાઈ હતી.ક્યૂબાના પાટનગર હવાનામાં આવેલી વિખ્યાત હોટેલ સારાતોગામાં વિસ્ફોટ થયો હતો.ગેસ લિક થયો હોવાથી આ ભયાનક વિસ્ફોટ થયો હતો.ફાઈવસ્ટાર હોટેલમાં ૯૬ ઓરડાની સગવડ છે.જોકે, ૧૯મી સદીમાં બનેલી આ હોટેલમાં સમારકામ ચાલતું હોવાથી કોઈ પ્રવાસીઓ રોકાયા ન હતા.હોટેલનો સ્ટાફ અને સમારકામ કરતા કામદારો વિસ્ફોટ થયો તે વખતે હોટેલમાં હતા.એમાંથી ઘણાં વિસ્ફોટ થયાના કલાકો પછી પણ ગુમ હતા.
ક્યૂબાના પ્રમુખ મિગેલ ડિયાઝ કનેલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સારાતોગા હોટેલમાં ગેસ લિક થવાથી વિસ્ફોટ થયાની જાણકારી આપી હતી.વિસ્ફોટના કારણે હોટેલના પહેલા માળને ભારે નુકસાન થયું છે.ભયાનક વિસ્ફોટના કારણે હોટેલના ઘણાં ખરો હિસ્સો પડીને કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.કાટમાળમાં લોકો ફસાયા હોવાની શક્યતા છે.તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
હવાનાના ગવર્નર રોનાલ્ડ ગાર્સિયા જાપતાએ કહ્યું હતું કે હોટેલનું સમારકામ થતું હોવાથી કોઈ સ્થાનિક કે વિદેશી પર્યટકો હોટેલમાં રહેતા ન હતા.જોકે, વિસ્ફોટથી હોટેલને ભયાનક નુકસાન થયું છે.હોટેલની આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.ઘુમાડો આસમાન આંબતો હતો એટલે તુરંત તો બચાવ કામગીરી પણ શક્ય ન હતી.આગને ઠાર્યા બાદ બચાવ કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી.હોટેલની સાવ નજીકમાં આવેલી શાળાને તુરંત ખાલી કરી દેવામાં આવી હતી.હોટેલમાં બે રેસ્ટોરન્ટ અને એક સ્વીમિંગ પૂલની સુવિધા પણ છે.આ બિલ્ડિંગ ૧૯મી સદીમાં બંધાઈ હતી અને તે પાટનગર હવાનાની આઈકોનિક ઈમારત ગણાય છે.