ચીન જો, આક્રમણ કરશે તો દુનિયા બૈજિંગ પર પ્રતિબંધો મૂકશે : તૈવાનના વિદેશમંત્રી

132

તાઈપે : તૈવાનના વિદેશ મંત્રી જોસેફ વૂથે કહ્યું હતું કે, ‘અમે આશા રાખીએ છીએ કે દુનિયાએ જેમ યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કરતા રશિયા પર પ્રતિબંધો મૂક્યા છે.તેવા જ પ્રતિબંધો ચીન જો તૈવાન ઉપર આક્રમણ કરે તો ચીન ઉપર પણ મૂકી દે.’ઉલ્લેખનીય છે કે, રશિયા ઉપર પશ્ચિમી દેશોએ મુકેલા પ્રતિબંધોમાં તૈવાન પણ જોડાયું છે.વૂએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ચીન અમને ધમકીઓ આપે અથવા તો અમારી ઉપર આક્રમણ કરે તો આંતરરાષ્ટ્રીય સમુદાય તૈવાનની વાત સમજી તેને સમર્થન આપશે અને ચીનની આક્રમક ગતિવિધિને પ્રતિબંધિત પણ કરી શકે.

વાસ્તવમાં યુક્રેન- યુદ્ધ શરૂ થયું ત્યારથી જ તૈવાને પોતાનું ‘એલર્ટ સ્તર’ વધારી દીધું છે તે વધુ સાવધાન થઈ ગયું છે.જો કે, તૈવાન સરકારે ટૂંક સમયમાં જ ચીનનો હુમલો થઈ શકે તેમ છે.તેવો કોઈ સંકેત આપ્યો નથી. ચીન સતત કહી રહ્યું છે કે, તૈવાન તેનો જ એક ભાગ છે અને એક દિવસ તે ચીન સાથે એકીકૃત બનીને જ રહેશે, સાથે તેમ પણ કહ્યું છે કે એકીકરણ શાંતિ-મય રીતે થશે.તો બીજી તરફ ચીની નેતાઓ તાઇવાન પર હુમલા કરવાની સતત ધમકી આપતા રહ્યા છે.થોડા સમય પહેલાં જ વૂએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, તૈવાન અને ભારત કેટલાક વિસ્તાર ઉપરનો ચીનનો દાવો પાયાવિહોણો છે ચીન તેવા દાવાઓ કરી રહ્યું છે કે, જે યથાસ્થિતિ વિરોધી છે તેટલું જ નહી પરંતુ તે દાવાઓ માત્ર અર્થહીન જ નહીં બેહદ ખતરનાક પણ બની શકે તેમ છે.જોસેફ વૂએ તેમ પણ કહ્યું હતું કે, ચીન અમારી ઉપર કોઈ શર્ત લગાડી જ ન શકે તેમજ અમે તે સ્વીકારી પણ ન શકીએ કે તાઇવાન ચીનનો ભાગ છે.

Share Now