નાલાસોપારા-વિરારના રહીશોની બસ 80 ફૂટ ઊંડે ખીણમાં ખાબકીઃ 3નાં મોત

115

મુંબઇ : નાલાસોપારા વિરારના રહેવાસીઓની લકઝરી બસ આજે સવારે રાયગઢમાં ૮૦ ફૂટ નીચે ખીણમાં ખાબકતા થયેલા ભીષણ અકસ્માતમાં મહિલા સહિત ત્રણ જણ મોતને ભેટયા હતા.આ દુર્ઘટનામાં ૩૨ પ્રવાસીઓને ઇજા થઇ હતી.ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવમાં મૃતકનો આકડો વધી શકે છે.ક્રેનથી ખીણમાંથી બસ બહાર કાઢવામાં આવી હતી.

મ્હસળા પોલીસ સ્ટેશનના સિનિય પોલીસ ઇન્સ્પેકટર ઉદ્ધવ સુર્વેએ જણાવ્યું હતું કે મૂળ રાયગઢના રહેવાસી મુંબઇમાં નોકરી કરતા હતા.નાલાસોપારા, વિરારથી તેઓ પોતાના ગામમાં જઇ રહ્યા હતા.લકઝરી બસમાં ૩૫ જણ રાયગઢના શ્રીવર્ધન જઇ રહ્યાહતા.તેઓ ગઇકાલે રાતે બસમાં બેસેલા હતા.પણ રાયગઢમાં મ્હસળા તાલુકામાં ઘોણસે ઘાટ પાસે આજે સવારે આઠ વાગ્યે ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.બસ ખીણમાં પડી ગઇ હતી.અકસ્માતમાં ગંભીર ઇજા થતા અશ્વીની બીરવાડકર (ઉ.વ.૩૮) મધુકર બીરવાડકર (ઉ.વ.૬૫) સુશાંત રીકામે (ઉ.વ.૨૮)નું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા બસ ડ્રાઇળર, પ્રવાસી સહિત ૩૨ જણ જખમી થયા હતા.તેમને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ખીણમાંથી ક્રેનથી બસને બહાર કાઢવામાં આવી હતી.આ મામલે પોલીસે બસ ડ્રાઇવર સામે કેસ નોંધી વધુ તપાસ સાદરી છે.ડ્રાઇવરને ઝોકું આવી જતા કે અન્ય કયા કારણથી અકસ્માત થયો એની તપાસ શરૂ છે.રજા કે કાર્યક્રમ હોવાથી તેઓ ગામમાં જઇ રહ્યા હોવાનું કહેવાય છે.

Share Now