દેશમાં કોરોનાના નવા ૩૨૦૭ કેસ ઃ વધુ ૨૯નાં મોત, કુલ મૃત્યુઆંક ૫,૨૪,૦૯૩

163

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯ : દેશમાં કોરોનાના નવા ૩૨૦૭ કેસ નોંધવામાં આવ્યા છે.આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૧,૦૫,૪૦૧ થઇ ગઇ છે.દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૨૦,૪૦૩ થઇ ગઇ છ તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.દેશમાં કોરોનાથી વધુ ૨૯ લોકોનાં મોત થવાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૪,૦૯૩ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૨૩૨નો ઘટાડો થયો છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૦.૯૫ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૮૨ ટકા થયો છે.

રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૯૦.૩૪ કરોડને પાર થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોનાથી થયેલા મોત પૈકી ૨૬ કેરળમાં, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એક-એક મોત નોંધવામા આવ્યાં છે.કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૫,૨૪,૦૯૩ લોેકોનાં મોત થયા છે.જૈ પૈકી ૧,૪૭,૮૪૭ મહારાષ્ટ્રમાં, ૬૯,૨૭૧ કેરળમાં, ૪૦,૧૦૪ કર્ણાટકમાં, ૩૮,૦૨૫ તમિલનાડુમાં, ૨૬,૧૭૯ દિલ્હીમાં, ૨૩,૫૧૦ ઉત્તર પ્રદેશમાં અને ૨૧,૨૦૩ પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા છે.

Share Now