ચક્રવાત ‘અસની’ તીવ્ર બને છે. ત્રણ રાજ્યોમાં વર્ષા અને તીવ્ર પવનો ફેલાશે

287

નવી દિલ્હી : આંદામાન-નિકોબાર ટાપુઓ પૈકીના દક્ષિણતમ ટાપુ-કાર-નિકોબારની ઉત્તર-પશ્ચિમેથી ઉપડનારૂં પ્રચંડ-વાવાઝોડું અસની તીવ્ર બની રહ્યું છે અને તે ઉત્તર પશ્ચિમે, બંગાળના ઉપસાગર ઉપરથી ધસી ૧૦મી મે સુધીમાં આંધ્રપ્રદેશ, ઑડીશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોને ઘમરોળી નાખશે.તે સાથે ભારે વર્ષા અને તીવ્ર પવનો પણ ફુંકાવાના છે.આ માહિતી આપતા ભારતના હવામાન ખાતાના અધિકારીઓ જણાવે છે કે કાર-નિકોબારથી ઉત્તર-પશ્ચિમે ૬૧૦ કિ.મી. દૂર આ વાવાઝોડું શરૂ થશે.તેનું નામ ‘અસની’ તેવું અપાયું છે.સિંહાલી ભાષામાં તેનો અર્થ છે ‘કોપ’ (કુદરતનો કોપ).

આ વાવાઝોડું આંધ્રપ્રદેશ, ઑડીશા કે પશ્ચિમ બંગાળ ઉપર કદાચ સુધી ન પણ ત્રાટકે તે સમુદ્રતટથી ૧૦૦ કિ.મી. દૂર રહી શકશે.પરંતુ તેથી તે ત્રણે રાજ્યોમાં ભારે વર્ષા તથા તીવ્ર પવનો ફુંકાવાની પૂરી સંભાવના છે.આથી ઑડીશાના ગજપતિ, ગંજમ અને પુરી જીલ્લાઓમાં તો ભારે વરસાદ થવાની સંભાવના છે.આ ઉપરાંત બુધવાર સુધીમાં તો આંધ્રપ્રદેશ, ઑડીશા અને બંગાળના સમુદ્રતટના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.આ સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વ ભારતમાં પણ વરસાદ થવાની શક્યતા છે.આથી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ૧૦મી મે થી ૧૨મી મે સુધીમાં છૂટો છવાયો ભારે વરસાદ થવાની શક્યતા છે.તેમ ભારતીય હવામાન ખાતાના અધિકારીઓ જણાવે છે.

Share Now