ચીન-પાકિસ્તાન ડ્રીમ-પ્રોજેક્ટ CPEC ને આંચકો, માત્ર 3 પ્રોજેક્ટમાં જ કામ થયું

147

ઈસ્લામાબાદ : ચીન અને પાકિસ્તાન ડ્રીમ-પ્રોજેક્ટ ‘ચાયના- પાકિસ્તાન- ઈકોનોમિક- કોરીડોર’ (CPEC)ને ગ્રહણ લાગી ગયું છે.તમામ પ્રયાસો છતાં તેમાં કામ આગળ વધતું નથી. તેના ૧૫ માંથી માત્ર ૩ પ્રોજેક્ટમાં જ કામ ચાલે છે.તેનો રૂટ પાકિસ્તાન કબ્જા નીચેનાં કાશ્મીરમાંથી પણ પસાર થાય છે.જેનો ભારતે વિરોધ કર્યો છે.પાકિસ્તાનનાં ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ વર્તમાનપત્રમાં જાણવા પ્રમાણે માત્ર ગ્વાડર-સ્થિત ૩ પ્રોજેક્ટમાં કામ પુરું થયું છે.તેમાં ૩૦ કરોડ ડૉલર ખર્ચાયા છે પરંતુ બીજા ૧૨ પ્રોજેક્ટ અધૂરા રહ્યા છે.જેમાં પાણીનો પુરવઠો તથા ઈલેક્ટ્રીસીટી ઉત્પાદન પણ સમાવિષ્ટ છે.

આ CPEC પ્રોજેક્ટ ૩ હજાર કિ.મી. લાંબો ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ છે.જે ચીનના ઉત્તર-પશ્ચિમથી નીકળી ઝિંગ્યાંગ થઈ બલુચીસ્તાનના પશ્ચિમ છેડે આવેલા ગ્વાડર બંદર સુધી જાય છે. જિંગજિયાંગ પ્રાંતમા ઉઈગર પ્રજાની બહુમતી છે.જ્યારે ગ્વાડર-પોર્ટ વિસ્તારમાં બલુચોની બહુમતી છે.અધિકારીઓ કહે છે કે ગ્વાડરમાં જેટલું કામ થયું છે.તેમાં ગ્વાડર સ્માર્ટ-પોર્ટ-સીટી સામેલ છ.તે માટે ૪૦ લાખ ડૉલર ખર્ચાયા છે.ફી-ઝોન-ફેઝ-૧ અને પાક-ચીન ટેકનિકલ એન્ડ વૉકેશનલ ઈન્સ્ટીટયુટનું કામ પુરું થયું છે.તેમાં ૧ કરોડ ડૉલર ખર્ચાયા છે.તેમ છતાં ગ્વાડર-પોર્ટ-એરિયામાં પાવર-જનરેશન અને વૉટર-સપ્લાયનું કામ નથી થયું.અહીં વીજળી પાડોશી દેશ ઈરાનમાંથી આયાત કરવી પડે છે.

Share Now