રશિયાના બોમ્બ માટે કોઇ કાળથી ઓછો નથી યૂક્રેનનો આ સૌથી નાનો સૈનિક, જેને મળ્યુ સન્માન

150

નવી દિલ્હી, તા. 9 મે સોમવાર,2022 : રશિયા અને યૂક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્વ ચાલી રહ્યું છે.આ યુદ્ધમાં બહાદુરી દેખાડનાર સૈનિકોને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.ઝેલેન્સકીએ રવિવારે સૈનિકોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.આ દરમિયાન યુક્રેન યુદ્ધમાં પોતાની ભૂમિકા ભજવનાર સૌથી યુવા સૈનિકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ સૈનિક બીજું કોઈ નહીં પણ પેટ્રોન નામનો શ્વાન છે.પેટ્રોનનો અર્થ યુક્રેનિયન ભાષામાં ગનપાઉડર થાય છે.રશિયન બોમ્બ શોધવા માટે આ ડોગને પુરસ્કાર આપવામાં આવે છે.પેટ્રોનના કારણે સેંકડો યુક્રેનિયન સૈનિકોના જીવ બચી ગયા છે.યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર ચેર્નિહિવમાં રશિયન ખાણો અને બોમ્બ શોધી કાઢ્યા હતા.પેટ્રોન દેશની રાજ્ય કટોકટી સેવા માટે કામ કરે છે.

ઝેલેસ્કીએ પેટ્રોનનું સન્માન કરતા કહ્યું કે, અત્યાર સુધીમાં 200 થી વધુ વિસ્ફોટક મળી આવ્યા છે.બોમ્બ શોધવાનું શ્વાનને તેના માલિક દ્વારા મિસાઇલ અને બોમ્બ શોધવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ ડૉગ પેટ્રોનના ઘણા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.નિષ્ણાતોનું કહેવુ છે કે, માત્ર બોમ્બ અને ગોળીઓથી જ નહીં, યુદ્વને માહિતીથી પણ લડી શકાય છે.પેટ્રોન ઘણા વીડિયોમાં યુનિફોર્મ પહેરેલા જોવા મળશે, જેને વિશ્વભરના લાખો લોકો જોઈ ચૂક્યા છે.આ એટલા માટે છે કે લોકોનું ધ્યાન સતત યુદ્ધ પર રહે છે.

યૂક્રેનના લોકો ડૉગ પેટ્રોનને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.ખાસ કરીને હવે જ્યારે આ ડોગને સમ્માનિતત કરવામાં આવ્યો છે, તે બાદ ઝેંલેસ્કીએ સ્પીચ આપતા કહ્યું હતુ કે, “ આ પેટ્રોન બાળકોનો પ્રિય છે અને ડોગ સતત ખાણમાથી લોકોને બચાવીને બહાર નિકાળી રહ્યો છે ”સૈન્ય સન્માન પ્રાપ્ત કરતાની સાથે, પેટ્રન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ મળ્યા હતા. જસ્ટિન ટ્રુડો એક અઘોષિત મુલાકાતે યુક્રેન પહોંચ્યા હતા.

Share Now