મુંબઇ : કોરોનાનું જોર ઓસર્યા પછી ઇન્ટરનેશનલ ફલાઇટ પરના તમામ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવતા લોકો ધડાધડ વિદેશયાત્રાએ જવા માંડયા છે.મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા એક મહિનામાં ૧.૬૨ લાખ પ્રવાસીઓએ દુબઇયાત્રા કરી હતી.
કોરોનાનું મોજું ઓસરી ગયા બાદ બે વર્ષે ૨૭મી માર્ચથી હવાઇ સીમાઓ ખુલ્લી મૂકાઇ હતી.ત્યારથી ૨૭મી એપ્રિલ સુધીમાં મુંબઇના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ૬.૩ લાખ લોકો વિદેશ પ્રવાસે ગયા હતા આમાંથી ૪૪.૮૦ ટકા દુબઇ સહિત મિડલ ઇસ્ટના દેશોમાં, ૨૫.૮૦ ટકા એશિયા પેસિફિકના દેશોમાં, ૫.૯ ટકા યુરોપ અને ૩.૫ ટકા અમેરિકા ગયા હતા.
આમ દેશના સૌથી વ્યસ્ત વિમાનમથક ગણાતા મુંબઇ એરપોર્ટ પરથી દરરોજ સરેરાશ ૧૨૦ ફલાઇટ ઓપરેટ થઇ હતી.