કોલકાતા નાઈટ રાઈડર્સનો ૫૨ રનથી વિજય, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિષ્ફળ

163

મુંબઈ, તા.૯ : વેંકટેશ-નિતિશના ૪૩-૪૩ રન બાદ કમિન્સ અને રસેલે ૨૨-૨૨ રનમાં અનુક્રમે ત્રણ અને બે વિકેટ ઝડપતાં કોલકાતાએ મુંબઈ સામેની આઇપીએલ ટી-૨૦માં ૫૨ રનથી વિજય મેળવ્યો હતો.આ સાથે કોલકાતાએ આગેકૂચની આશાને જીવંત રાખી હતી.જ્યારે મુંબઈનો સતત બે વિજય બાદનો આ પરાજય હતો.અગાઉ બુમરાહે આગવી લય મેળવતા માત્ર ૧૦ રનમાં પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઇપીએલ ટી-૨૦માં કોલકાતાની ટીમ ૯ વિકેટે ૧૬૫ રન સુધી પહોંચી શકી હતી.જોકે બુમરાહનો જાદુ ટીમને જીતાડી શક્યો નહતો.કિશને લડાયક ૫૧ રન નોંધાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને કોલકાતાને બેટિંગમાં ઉતાર્યું હતુ.કોલકાતા તરફથી વેંકટેશ ઐયર અને રહાણેની જોડીએ ૫.૪ ઓવરમાં ૬૦ રન ફટકારતાં ટીમને શાનદાર શરૃઆત અપાવી હતી.બંનેને કાર્તિકેયાએ આઉટ કર્યા હતા.આ પછી કોલકાતાનો ધબડકો થયો હતો.શ્રેયસ ઐયર છ અને રસેલ ૯ રને આઉટ થયા હતા.નિતિશ રાણાએ લડત આપતાં ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૪૩ રન ફટકાર્યા હતા.જ્યારે રિન્કુ સિંઘે અણનમ ૨૩ રન નોંધાવ્યા હતા.બુમરાહે ૪ ઓવરમાં એક મેડન નાંખતા ૧૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.કાર્તિકેયાએ બે વિકેટ ઝડપી હતી.

Share Now