રેલવેએ ટ્રેનમાં શિશુઓ માટે વિશેષ સીટની વ્યવસ્થા શરૃ કરી

127

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦ : બાળકો સહિત મુસાફરી કરતા યાત્રીઓની ટ્રેનની યાત્રા વધુ આરામદાયક બનાવવા માટે રેલવેએ પાયલોટ પ્રોજેક્ટ સ્વરૃપે લખનઉ મેલમા ફોલ્ડેબલ બેબી બર્થ સુવિધા આપી છે.અધિકારીઓેના જણાવ્યા અનુસાર યાત્રીઓ પાસે આ બેબી બર્થ અંગેની પ્રતિક્રિયા જાણ્યા પછી આ સુવિધા અન્ય ટ્રેનોમાં પણ આપવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે બેબી બર્થ નીચલી બર્થ સાથે જોડાયેલ હશે.જેનો ઉપયોગ ન કરવો હોય તો તેને નીચેની તરફ વાળીને રાખી શકાશે.બાળકોની માટેની આ સીટ ૭૭૦ મિલીમીટર લાંબી અને ૨૫૫ મિલીમીટર પહોેળી હશે.તેની જાડાઇ ૭૬.૨ મિલીમીટર રાખવામાં આવી છે.લખનઉ મેલમાં ૨૭ એપ્રિલે બીજા કેબિનમાં બાળકોની માટેની વિશેષ સીટ લગાવવામાં આવી હતી.ઉત્તર રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં પ્રાયોગિક ધોરણે આ સીટ લગાવવામાં આવી છે.યાત્રીઓની પ્રતિક્રિયા જાણીને અન્ય ટ્રેનોમાં પણ આ સીટ લગાવવામાં આવશે.વરિષ્ઠ નાગરિકો માટે જે રીતે નીચેની સીટનું બુકિંગ કરવામાં આવે છે તેવી જ બાળકો માટેની આ સીટનું પ બુકિંગ કરવામાં આવશે.જો કે આ યોજના હજુ શરૃઆતના તબક્કામાં છે.

Share Now