પાકિસ્તાન જ નહીં, ચીન માટે પણ કામ બનશે ‘તેજસ્’ મોદી સરકારે દર્શાવી મેઈડ-ઈન-ઈન્ડિયાની તાકાત

126

નવી દિલ્હી : દેશમાં સ્વનિર્મિત હળવા યુદ્ધ-વિમાન તેજસની નવી આવૃતિને સ્વદેશી મિસાઈલ્સ, રડાર અને અન્ય શસ્ત્રોથી સજાવવામાં આવ્યું છે.તેના પ્રત્યેક ઉપકરણો પણ સ્વનિર્મિત છે.તે દ્વારા ભારત દુનિયાને ‘મેઈડ-ઈન-ઈન્ડિયા’ની તાકાત દર્શાવવા માગે છે.

સંરક્ષણ મંત્રાલય જણાવે છે કે ‘તેજસ્’ની નવી આવૃતિ ‘LCA-MK-IA’ને પૂર્ણત: સ્વદેશી શસ્ત્રોથી સજાવવાની તૈયારી ચાલી રહી છે.આગામી બે-ત્રણ મહિનામાં દેશમાં જ બનાવાયેલા મિસાઈલ્સ ‘તેજસ’ સાથે જોડી તેનું પરીક્ષણ કરવામાં આવનાર છે.આ મિસાઈલ નજીક તેમજ દૂર સુધી પણ લક્ષ્ય ચીંધી શકે તેમ છે.તેની રચના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા કરવામાં આવી છે.આ મિસાઈલ સુખોઈ વિમાનોમાં પણ સજ્જ કરી શકાય તેવા છે, તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.તે ‘તેજસ’ની નવી આવૃતિમાં પણ ફીટ કરી, તેનું પણ પરીક્ષણ કરવામાં આવશે.આ મિસાઈલ હવાથી હવામાં ૧૦ થી ૧૨૦ કિ.મી. દુર સુધી અચૂક લક્ષ્ય ભેદી શકે છે.આ પ્રકારના મિસાઈલ્સ તૈયાર થઈ રહ્યા છે, સાથે નૌ-સેના માટે પણ ઉપયોગી બની શકે તેવાં મિસાઈલ્સ તૈયાર થઈ રહ્યા છે.

આ વિમાનનું અન્ય મહત્વનું પાસું તે ‘AESA’ રેડાર છે.તે પણ DRDO પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.આ રેડારની વિશિષ્ટતા તે છે કે તે યુદ્ધ-વિમાનમાંથી માત્ર હવાનાં જ લક્ષ્યો માટે માહિતી નથી આપતાં, પરંતુ ભૂમિ પરનાં તથા સમુદ્રમાં રહેલા લક્ષ્યોની પણ માહિતી આપે છે.આથી તેજસની યુદ્ધ-ક્ષમતા ઘણી જ વધી જશે, તે ‘બહુ-વિધ્’ કાર્યવાહી માટે પણ ઉપયોગી બનશે.સૌથી વધુ મહત્વની વાત તો તે છે કે, તેજસમાં ‘ઑન-બોર્ડ-ઓક્સિજન-સીસ્ટમ’ લાગડવામાં આવી છે. તેનું નિર્માણ પણ DRDOની પ્રયોગશાળા, ‘ડીફેન્સ બાયો-એન્જીનિયરીંગ એન્ડ ઈલેકટ્રોમેડિકલ લેબોરેટરી’ (DBEEL) એ કર્યું છે.આ ઉપરાંત અન્ય અનેક-વિધ્-ઉપકરણો પણ DRDO અને તેની ઉક્ત લેબોરેટરીએ રચ્યા છે.

તેજસની પહેલી આવૃતિ સમયે, તેમાં ૬૦ % સ્વદેશી અને ૪૦ % આયાતી ઉપકરણો હતા. હવે તે ૪૦ ટકામાં પણ આપૂર્તિ કરવાની છે.જેમાંથી ૩૦ % થઈ ચુકી છે.બાકીની ૧૦ % આપૂર્તિ આગામી બે વર્ષમાં થઈ જશેે.સ્વદેશી શસ્ત્રો સાથેની તેજસની નવી આવૃતિમાં ૮૩ વિમાનો ખરીદવાનો, વાયુસેનાએ ઓર્ડર આપી દિધો છે.આથી જૂના થઈ ગયેલા મિગ-વિમાનોને ‘મુક્તિ’ અપાશે.આગામી પાંચ-છ વર્ષમાં મિગની ચારે-ચાર સ્કબોડ્રન્સ દૂર કરાશે.

Share Now