કાશ્મીરમાં 8મી સદીનાં મંદિરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પૂજા કરી : આથી ASI નારાજ

116

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્ય પાલ મનોજ સિંહાએ અનંતનાગનાં મટ્ટન સ્થિત આઠમી શતાબ્દિનાં માર્તંડ સૂર્ય મંદિરના ખંડેરોમાં પ્રાર્થનામાં ભાગ લીધા પછીના દિવસે આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (ASI) એ તે અંગે નારાજગી દર્શાવી હતી.તેણે જણાવ્યું હતું કે આ સ્મારક (મંદિર) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત છે.તેથી કેન્દ્ર સરકારની પૂર્વ અનુમતિ વિના ત્યાં પૂજન અર્ચન વગેરે તો થઈ જ ન શકે.જો કે જમ્મુ-કાશ્મીરનાં વહીવટી તંત્રે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર શાસિત પ્રદેશના અનંતનાગ જિલ્લામાં આવેલા માર્તંડ સૂર્ય મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે ઉપ રાજ્યપાલને કોઇની પણ અનુમતી લેવાની જરૂર નથી.

અનંતનાગ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર ડૉ. પીયુષ સિંઘલોમે કહ્યું હતું કે તે કાર્યક્રમને પ્રાચીન સ્મારક પુરાતત્વીય સ્થળ નથી.અવશેષ અધિનિયમ ૧૯૫૯ના નિયમ ૭(૨) નીચે મંજૂરી મળી હતી.ઉલ્લેખનીય છે કે સિંહાએ મંદિર પરિસરમાં નવ ગ્રહ-અષ્ટ મંગલ પૂજામાં ભાગ લીધો હતો.તે માટે રાજ્ય બહારથી પણ પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા.આ પૂજન અર્ચન થઈ ગયા પછી બીજા દિવસે ASI દ્વારા તે કાર્યક્રમ અંગે નારાજગી દર્શાવવામાં આવી હતી.જો કે આ અધિનિયમની કલમ ૭(૨)માં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ માન્યતા પ્રાપ્ત ધાર્મિક પ્રથા કે તે પ્રથાનાં અનુસરણમાં આયોજિત કોઈ પણ કાર્યક્રમને તે અધિનિયમ અક્ષરશ: લાગુ પાડી શકાય નહીં.

Share Now