300 અબજ રૂપિયા નહીં ચૂકવો તો બત્તી ગુલ કરી દેશું, ચીની કંપનીઓની પાકને ધમકી

130

ઈસ્લામાવાદ : આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના ‘જીગર-જાન દોસ્ત’ ચીન જ બહુ મોટો ફટકો આપે તેમ છે.ચીનની વીજ-ઉત્પાદક કંપનીઓએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે.જો તેમને ૩૦૦ અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ પાકિસ્તાનની બત્તી ગુલ કરી દેશે.પાકિસ્તાનમાં કાર્યરત બે ડઝનથી વધુ ચીની કંપનીઓએ સોમવારે કહ્યું છે કે, જો આ મહિને તેમના બાકી રહેલા ૩૦૦ અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ વિદ્યુત-ઉત્પાદન કેન્દ્રો બંધ કરી દેશે.

ચીનની ૩૦ કંપનીઓ અત્યારે ‘ચાયના-પાકિસ્તાન-ઈકોનોમિક-કોરીડોર’ (CPEC) નીચે પાકિસ્તાનમાં કાર્યરત છે.તેઓ પાકિસ્તાનમાં ઊર્જા, સંચાર અને રેલ્વે સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે.સોમવારે આ ચીની કંપનીઓ સાથે પાકિસ્તાનના યોજના અને વિકાસ-મંત્રી અહેસાન ઈકબાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાકી લેણાનો પ્રશ્ન જાગ્યો ત્યારે ‘મંત્રી મહોદય’ પાસે તેનો જવાબ ન હતો.પાકિસ્તાનનું અખબાર ‘ડૉન’ જણાવે છે કે આ બેઠકમાં ચીની અધિકારીઓએ ‘વીઝા’ની જટિલ પક્રિયા, ટેક્સ વગેરે અંગે ઘણી ફરીયાદો મંત્રી સમક્ષ કરી હતી.

ચીનના સ્વતંત્ર વિજ ઉત્પાદકો (IPP) ના શેર ૨૪ જેટલા પ્રતિનિધિઓએ એક પછી એક તે રીતે મંત્રી સાથે, વાતચીત કરી હતી.જેમાં તેમણે હજી સુધી બિલ નહીં ચુકવાયું હોવાની રજુઆત કરી હતી.સાથે ચેતવણી આપી હતી કે જો જલ્દીમાં જલ્દી બિલ નહીં ચુકવાય તો થોડા દિવસમાં જ પાવર-હાઉસીઝ બંધ કરી દેવાશે.મહત્વનો મુદ્દો અહીં ઈંધણનો ઉઠયો હતો.ચીની કંપનીઓના પ્રતિનિધિઓએ કહ્યું કે, કોલસાના ભાવ ૩ થી ૪ ગણા વધતા છે.તેથી વીજળીનો દર પણ યુનિટ દીઠ વધારવો જ જોઈએ.બીજી તરફ કોલસા અંગે તે કંપનીઓને કહ્યું કે અત્યારે અમારી કંપનીઓ પણ અર્ધી-ક્ષમતાએ કામ કરે છે.તેમાં અધિકારીઓ વીજળી કંપનીઓને કોલસા પહોંચાડવા દબાણ કરે છે.તેથી માત્ર થોડા જ દિવસોમાં સ્ટોક ખલાસ થઈ જશે.

કેટલીક કંપનીઓને આપેલા કોલસાના પૈસા હજી નથી મળ્યા. તેથી કહેતાં કહેતાં પાકિસ્તાનની અન્ય કંપનીઓને ફરિયાદ કરી હતી કે, એક તો કોવિડ-૧૯ ને લીધે બેહાલ થઈ ગયા છીએ. તેમાં ઉચ્ચ અધિકારીઓ ટેક્સ પણ ઘણો લાદે છે.તેથી કંપનીઓની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે.ચીની પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મંત્રી ઈકબાલે કહ્યું હતું કે, વડાપ્રધાન પહેલેથી જ આ પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખી રહ્યા છે અને આ મહિનામાં જ તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે.

Share Now