રશિયાના સર્વેસર્વા પુતિન એક સમયે ચલાવતા હતા ટેકસી, જાણો, 1991 પછી શરુ થયો હતો આર્થિક મંદીનો દોર

103

મોસ્કો,10 મે,2022,મંગળવાર : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે દુનિયાની શકિતશાળી અને પ્રભાવશાળી વ્યકિત ગણાય છે.યુક્રેન યુધ્ધ પછી પશ્ચિમી દેશો માટે વિલન જયારે ઘર આંગણે હજૂ મહાનાયક છે.વાત છે ૧૯૯૧ પહેલાની જયારે રશિયા સોવિયત સંઘ હતું.દુનિયા આખી સોવિયત સંઘના સામ્યવાદી અને અમેરિકાના મૂડીવાદી મોડેલના બે ધુ્વોમાં વહેંચાયેલી હતી.છેવટે ૧૯૯૧માં સોવિયત સંઘનું વિભાજન થતા કઝાકિસ્તાન, યુક્રેન, તુર્કમેનિસ્તાન જેવા અનેક દેશો છુટા પડયા હતા.

સોવિયત સંઘના વિઘટન પછી આર્થિક મંદીના પગલે લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું.ઓગસ્ટ 1991માં ગોર્બોચેવ વિરુધ સત્તા પરીવર્તન થતા પુતિને જાસુસી સંસ્થા કેજીબીમાંથી રાજીનામું આપ્યું હતું.ત્યાર પછીની આર્થિક મંદીમાં વ્લાદિમીર પુતિનને ટેકસી પણ ચલાવવી પડી હતી.આ અંગે ગત ડિસેમ્બર મહિનામાં એક રશિયન ચેનલ પર ડોકયુમેન્ટ્રરી ફિલ્મ રશિયા ન્યૂ હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી જેમાં પ્રથમવાર આ ખુલાસો થયો હતો.

ડોક્યૂમેન્ટરી અનુસાર સોવિયત સંઘના નામે આ ઐતિહાસિક રુસનું વિઘટન થયું હતું.પશ્ચિમી દેશો એ સમયે માનતા હતા કે રુસના હવે ટુકડે ટુકડા થઇ જશે પરંતુ એમ થયું નહી. જાસુસી સંસ્થા કેજીબીમાં કામ કરી ચુકેલા પુતિને વિઘટન પછીની આર્થિક મંદીમાં વધારાની આવક માટે મોસ્કોમાં ટેકસી ચલાવી હતી.૧૯૯૦ના દસકામાં પૂટિન સેંટ પીટસર્બગના મેયર અનાતોલી સોબચાકની ઓફિસમાં નોકરી પણ કરી હતી.

૧૫ થી વધુ દેશો અલગ થયા ૨.૫૦ કરોડથી વધુ રશિયનો રહેવા જતા રહયા હતા.દાયકાઓની મહેનત પછી રશિયા બન્યું તે ભુંસાઇ ગયું હતું.વ્લાદીમેર પુતિન આથી જ તો સોવિયત સંઘ બનાવવાનું ખ્વાબ જોતા રહયા છે.વ્લાદિમીર પુતિન રશિયાના વિઘટનને પીડા અને ત્રાસદી ગણાવતા રહયા છે.યુક્રેન પરની કાર્યવાહી અને સ્વીડન તથા ફિનલેન્ડ જેવા પાડોશી દેશોને નાટોથી દૂર રહેવાની ધમકી તેવો સોવિયત સંઘના જમાનાની માનસિકતામાં જીવતા હોવાનું વિરોધીઓ માને છે.

Share Now