50 વર્ષ જુનો ફોટો સોશિયલ મીડિયામા શા માટે બન્યો લોકોના કુતૂહલનું કારણ?

136

નવી દિલ્હી, તા. 10મે 2022,મંગળવાર : સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જેમા ક્યારે શું વાયરલ થઇ જાય એ નક્કી નહી.તમને જાણીને નવાઇ લાગશે કે,50 વર્ષ જૂનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.આ ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમાં દેખાતી વસ્તુ UFO છે.યુએફઓ એટલે એલિયન્સના પ્લેન, જેનો ઉપયોગ એલિયન્સ અવકાશમાંથી પૃથ્વી પર આવવા માટે કરે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઘણી શેર કરવામાં આવી રહી છે.આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કોસ્ટા રિકાનો છે.યુઝર્સનું કહેવું છે કે, UFOની આ તસવીર અત્યાર સુધીની શ્રેષ્ઠ તસવીરોમાંની એક છે.આ ફોટો જોઇને એવો દાવો કરવામાં આવે છે કે, એલિયન્સ ક્યાંક મુસાફરી કરવા માટે UFO નો ઉપયોગ કરે છે.

આ 50 વર્ષ જુના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપ્ટેમ્બર 1971માં એરિયલ ફોટોગ્રાફર સર્જિયો લોઇઝાએ તેને ક્લિક કર્યો હતો.જ્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો ત્યારે સર્જિયો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે સર્વેક્ષણ મિશન પર હતો અને કોસ્ટા રિકામાં એક તળાવ પર F-680 ફ્લાઇટમાં હતો.

આ પ્રોજેક્ટ દક્ષિણ અમેરિકાના લેટિન દેશમાં અરેનલ જ્વાળામુખીની નજીક બનવાનો હતો.સર્જિયો લગભગ દસ હજાર ફૂટની ઉંચાઈ પરથી દર 20 સેકન્ડે પોતાના ઓટોમેટિક કેમેરા વડે ઘણા હાઈ-રિઝોલ્યુશન ફોટા લેતો હતો.આ ફોટો તેમાંથી એકે ક્લિક કર્યો હતો.

એક ફ્રેમમાં, સર્જિયોને એક ચળકતી ધાતુની ડિસ્ક પ્લેન અને જમીન વચ્ચે ઉડતી દેખાય છે.ફોટો શરૂઆતમાં બહુ સ્પષ્ટ ન હતો, પરંતુ યુએફઓ વિશેના દાવાઓ સાચા થવા લાગ્યા જ્યારે તેને પાછળથી જુમ કરવામાં આવ્યો.તે ફોટો નેશનલ જિયોગ્રાફિક કોસ્ટા રિકાની મિલકત હતી, કારણ કે, તેણે જ સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.તે આસપાસની જમીન અને તળાવના પાણી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સંભવિત અસરનો અભ્યાસ કરવાનો હતો.

આ ફોટાનો ઘણો અભ્યાસ કરવામાં આવ્યો જે બાદ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, તે ફોટોશોપ્ડ છે કે પછી મૂળ તસવીર સાથે એડિટ કરવામાં આવ્યો છે, પરંતુ તમામ તપાસમાં આ ફોટો સ્પષ્ટ જણાયો અને કહેવામાં આવ્યું કે, આ ફોટો વાસ્તવિક છે.

Share Now