નવી દિલ્હી, તા. 10 મે 2022, મંગળવાર : સંયુક્ત અરબ અમીરાતમાં વર્લ્ડ મુસ્લિમ કમ્યુનિટિઝ કાઉન્સિલ (TWMCC)ના ચોથા વાર્ષિક સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં 150થી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.આ સમ્મેલનમાં ઈસ્લામિક દુનિયાની એકતાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.જેમાં મુસ્લિમ દેશોના 500થી વધુ ધાર્મિક, રાજકીય, વિદ્વાનો અને સામાજિક નેતાઓએ ભાગ લીધો હતો.તેનું આયોજન સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહ્યાન બિન મુબારક અન નાહ્યાનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.તે TWMCC ની 4મી વર્ષગાંઠ હતી.બેઠકનું આયોજન 8 અને 9 મેના રોજ અબુ ધાબી રાષ્ટ્રીય પ્રદર્શની કેન્દ્રમાં થયું હતું.
આ દરમિયાન ઈજિપ્તના ધાર્મિક બાબતોના મંત્રી ડોક્ટર મોહમ્મદ મુખ્તાર ગોમાએ આ વાત પર ભાર મૂક્યો છે કે, મુસ્લિમ દુનિયા બે વર્ગોમાં વહેંચાયેલી છે. એક દુનિયા તાર્કિક છે જ્યારે બીજી કાલ્પનિક છે જેનો દુરુપયોગ ચરમપંથિઓ અને આતંકવાદીઓ કરી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે ડો. મોહમ્મદ મોખ્તાર ગોમાએ કહ્યું કે, એક મુસ્લિમ દુનિયાની અવધારણા પર બે વિચાર થઈ શકે છે. પ્રથમ તાર્કિક જેનું પ્રતિનિધિત્વ આ કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે અને બીજુ અસંભવ અને કાલ્પનિક જેનો દુરુપયોગ ચરમપંથિઓ અને આતંકવાદી સમૂહ કરી રહ્યા છે. જેનો ધ્યેય આખી મુસ્લિમ દુનિયાને એક ધ્વજ અને એક દેશની અંદર લાવવાનો છે.તેમણે કહ્યું કે, આજના સમયમાં એક નવનિર્મિત દેશની અંદર અસંભવ એકતાની કામના કરવા કરતા પોતાના રાષ્ટ્ર, તેની ધરતી અને ધ્વજ પ્રત્યે વફાદાર રહેવું જરૂરી છે.
તેમણે કહ્યું કે, આ પ્રયત્ન એક રાષ્ટ્ર અને ગેર-મુસલમાન સમુદાયો વચ્ચે રહી રહેલા મુસ્લિમ લઘુમતીઓને નબળા કરવા માટે કરવામાં આવી રહી છે.એ પણ જરૂરી છે કે, કુરાનની આયતોને તેના તેજ સંદર્ભમાં સમજવામાં આવે જેમ તેને લખવામાં આવ્યું છે.એવી રીતે નઈ કે, આતંકવાદી સમૂહ પોતાના હિત સાધવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
મોહમ્મદ મોખ્તારે કહ્યું કે, એક મુસલમાને તે દેશનું સમ્માન કરવું જોઈએ જ્યાં તેઓ રહે છે.પછી ભલે તે મુસ્લિમ બહુમતી દેશ હોય કે લઘુમતી હોય. આ ઉપરાંત ફતવો સંજોગો, સ્થળ અને સમય પ્રમાણે બદલવો જોઈએ.આતંરરાષ્ટ્રીય ફોરમ પર આપણે સમન્વય દ્વારા એકતા બતાવવી જોઈએ. જે પણ કુરાન સળગાવી રહ્યા છે તેનો સામનો અમે મજબૂતીથી કરીશું. આપણા ધર્મનો લોકો ત્યાં સુધી આદર નહીં કરશે જ્યાં સુધી આપણે આપણા જીવનમાં નહીં થઈશું.આપણે તે અતિવાદિઓ સાથે પણ લડવું પડશે જે ઈસ્લામનો ખોટી રીતે ઉપયોગ કરે છે.આ અસંભવ છે કે, બધા દેશોના મુસલમાન એક ધ્વજ, એક દેશ અને શાસકને અધીન હોય.
તેમણે ઈસ્લામના વિદ્વાનો અને વિશેષજ્ઞોને અપીલ કરી કે તેઓ આ ચરમપંથી સમૂહોની સચ્ચાઈ બધાની સામે લાવે. આ કાઉન્સિલના મહાસચિવ મોહમ્મદ બેચારીએ કહ્યું કે, ઈસ્લામિક વિશ્વ ઘણા ભાગોમાં વહેંચાયેલું છે અને આ અંતરોને દૂર કરવાની જરૂર છે.આ સમ્મેલનમાં વિભિન્ન દેશોના 105 વક્તાઓએ ભાગ લીધો હતો જેમાં ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓની સાથે અનેક રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુફ્તી, યુનિવર્સિટીના પ્રમુખ, પ્રોફેસર, વિશેષજ્ઞ, બુદ્ધિજીવી, શોધકર્તા અને કલાકાર સામેલ છે.