આ દેશની સરકારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરી બેન

128

નવી દિલ્હી, તા.10મે મંગળવાર,2022 : ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે ભારતમાં 11 માર્ચે રિલીઝ થઈ હતી.જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી અને ચાહકોનો પ્રેમ પણ મેળવ્યો હતો.પરંતૂ આ ફિલ્મે વિવાદોનો પણ એટલો જ સામનો કર્યો હતો છતાં ફિલ્મે બીજી ફિલ્મોને પછાડવામા સફળતા મેળવી હતી, પરંતૂ ફિલ્મમા જે પ્રકારના ભડકાવનારા દ્રશ્યો દર્શાવવામા આવ્યા છે તેને જોઇને સિંગાપોર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો.સિંગાપોર સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ મૂવી પર પ્રતિબંધ મૂક્યો છે.

આ વિષય પર સિંગાપોર સરકારનું કહેવુ છે કે, “આ ફિલ્મ વિવિધ સમુદાયોમાં મતભેદોને પ્રોત્સાહન આપી શકે છે.એટલું જ નહીં તેને એકતરફી પણ ગણાવ્યું છે. એવું કહેવાય છે કે, આ સમયે ચાલી રહેલા કાશ્મીર વિવાદમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવુ દર્શાવાયુ છે જ્યારે મુસ્લિમાનોનો પક્ષ એકતરફી છે.રિપોર્ટ્સ અનુસાર સિંગાપોર ઓથોરિટીનું માનવું છે કે આ ફિલ્મ એકતરફી છે.સિંગાપોરે ઇન્ફોકોમ મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કમ્યુનિટિ એન્ડ યૂથ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયરની સાથે મળીને એક જ્વોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યુ છે.

આ વિશે તેમણે ઉમેરતા કહ્યું કે, આ ફિલ્મ વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારી શકે છે.વિવિધ ધર્મોમાં માનતા આપણા સમાજની ધાર્મિક એકતામા આ ફિલ્મ ખલેલ પહોંચાડી શકે છે.કોઇ પણ વસ્તુ જે સિંગાપોરમાં જાતિ અને ધાર્મિક સમુદાયોને બદનામ કરવાનો પ્રયત્ન કરશે તેનુ ક્લાસિફિકેશન કરી નથી શકાતુ.

Share Now