2 વર્ષ બાદ સામાન્ય જનતા માટે મંત્રાલયના દ્વાર ખુલ્લા

118

મુંબઇ : કોરોનાના મહામારી લીધે માર્ચ ૨૦૨૦થી સર્વસામાન્ય જનતા માટે મંત્રાલયમાં પ્રવેશ બંધ કરાયો હતો.હવે લગભગ બે વર્ષ બાદ સામાન્ય જનતા માટે મંત્રાલયના દરવાજા ખુલ્લા કરાયા છે.આગામી ૧૮ મે ૨૦૨૨થી મંત્રાલયમાં પ્રવેશ માટે ફરી પ્રવેશ પત્રિકા આપવામાં આવશે.કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે ૧૬ માર્ચ ૨૦૨૦ના રોજ એક આદેશ બહાર પાડીને સર્વ સામાન્ય જનતાને મંત્રાલયમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો.કોરોનાના ચેપી વાઇરસ રોકવા માટે મંત્રાલય સહિત શાસકીય કચેરીમાં અધિકારી તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિ મર્યાદિત કરવામાં આવી હતી.

હવે રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે.આથી વિવિધ રાજકીય પક્ષ તથા સામાજિક સંગઠના વતી મંત્રાલયમાં સર્વ સામાન્ય જનતાને પ્રવેશ આપવાની પ્રવેશ પત્રિકા પદ્ધતિ ફરી શરૃ કરવામાં આવે એવી માંગણી કરાઇ હતી.આથી હવે ૧૮ મે ૨૦૨૨થી સર્વ સામાન્ય જનતાને માટે સરકારે મંત્રાલયના દ્વાર ખુલ્લા કર્યા છે.આ માટે પ્રવેશ પત્રિકા ફરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.આ અંગે ગૃહ વિભાગને સોમવારે આદેશ પણ જારી કરાયો છે.

Share Now