મુઠ્ઠીઉંચેરા સંતુર સાધક શિવ કુમાર શર્માની સૂર સમાધી

110

મુંબઇ : મુઠ્ઠીઉંચેરા સંતુર વાદક પંડિત શિવ કુમાર શર્મા(૮૪)ર્એ આજે સવારે ૮-૩૦ વાગે મુંબઇના તેમના પાલી હિલ બાંદ્રાના નિવાસ સ્થાને સંગીતના સપ્ત સૂરની સમાધી લીધી હતી.પંડિતજી કીડનીની બીમારીથી પીડાતા હતા.આ બીમારીને કારણે તેઓ છેલ્લા લગભગ છ-સાત મહિનાથી ડાયાલીસીસની સારવાર પણ લેતા હતા.તેમનાં પરિવારજનોના કહેવા મુજબ પંડિત શિવ કુમાર શર્માનું આજે સવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થયું હતું.પંડિત શિવ કુમાર શર્માના પરિવારમાં પત્ની મનોરમા શર્મા અને બે પુત્ર રાહુલ અને રોહિત છે.

પરિવારજનોના કહેવા મુજબ પંડિતજીનાં અંતિમ દર્શન આવતીકાલે ૧૧,મે-૨૦૨૨, સવારે ૧૦થી ૧૨-૦૦, તેમના નિવાસ સ્થાન, જૂહુ, જેવીપીડી ખાતે થશે.ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા બપોરે ૩-૦૦ વાગે, પવન હંસ સ્મશાન ગૃહ, વિલે પાર્લે, થશે.તેમને ૨૦૦૧માં પદ્મભૂષણનું સન્માન અપાયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશવિદેશના મહાનુભવોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.લત્તા મંગેશકર અને બપ્પી લહેરી પછી સંગીતની દુનિયાને વધુ એક મોટી ખોટ પડતાં બોલિવુડના સંગીતકારો અને ગાયકો આઘાતમાં ડૂબી ગયા હતા.

Share Now