બલેશ્વરમાં રાત્રી દરમિયાન ગેલેરીમાં સુતેલી 5 વર્ષીય બાળકીનું નીચે પડી જતા મોત

149

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે રહેતા પર પરપ્રાંતીય પરિવારના બે બાળકોને રાત્રી દરમિયાન ગરમી લાગતા માતાએ બને બાળકોને બિલ્ડિંગના ચોથે માળે આવેલી રૂમ આગળની ગેલેરીમાં સુવડાવયા હતા રાત્રી દરમિયાન ઊંઘમાં નાની 5 વર્ષીય બાળકીનું અકસ્માતે 4 માળેથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત ને ભેટ્યો હતો

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના બલેશ્વર ગામે મારુતિ હોટલની પાછળ આવેલ બિલાલ નગરમાં દિનેશભાઇની બિલ્ડિંગના ચોથે માળે આવેલ 38 નંબરની રૂમમાં રહેતી રીટાબેન મનોજ હરિલાલ યાદવ( ઉ.વ 38 મૂળ હાજમ ગઢ ) તેના બે સંતાનો 9 વર્સીય મોટો પુત્ર શિવમ અને 5 વર્ષીય નાની બાળકી અંજલિ સાથે રહી પલસાણાની જે.પી.કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી પરણીતાંનો પતિ અસ્થિર મગજનો હોવાથી પરણીતાં એકલી અહીં બાળકો સાથે રહેતી હોવાનું જણાય આવ્યું હતું.ગત રવિવારના રોજ રાત્રી દરમિયાન પોતાના બને બાળકોને ગરમી લાગતી હોવાથી બંને બાળકોને રૂમની બહારની ગેલેરીમાં સુવડાવ્યા હતા અને પોતે રૂમનો દરવાજો ખુલ્લો મૂકી રૂમમાં સૂતી હતી રાત્રી દરમિયાન નાની દીકરી અંજલિ એકાએક ઊંઘમાં નીચે પટકાય ગઈ હતી રાત્રીના 12 વાગ્યાના અરસામાં પોતાના બાળકોને ગેલેરી માંથી રૂમની અંદર લેવા માટે માતા બહાર ગઈ તો બે બાળકો પૈકી મોટો દીકરો શિવમ જ સૂતેલો મળી આવ્યો હતો માતાએ આમતેમ શોધખોળ કરતા અંજલિ બિલ્ડિંગના નીચેના ભાગે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.માતાએ તરત દીકરીને સારવાર માટે પલસાણા આરોગ્ય કેન્દ્ર પર લઈ જતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી ઘટના અંગે બાળકીની માતાએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે

Share Now